જમીલ પઠાણ/છોટાઉદેપુર: જીલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામમાં શૌચાલયનાં ખારકુવા માટે ખોદેલા ખાડામાં પડતા બે બાળકોના મોત થયાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી છે. છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામમાં બે સગા ભાઈઓ રમતા રમતા ઘર નજીક આવેલ ખારકુવા માટે ખોદેલા પાંચ ફૂટ જેટલા ઊંડા ખાડામાં પડી જતા બંનેનું મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કદવાલ ગામના રણજીતભાઈ બારિયાના બે પુત્રો અઢી વર્ષનો પરેશ અને સાત વર્ષનો હરેશ આજે સવારે ઘરની નજીક રમતા હતા. ત્યારે ઘરની બાજુમાં રહેતા પોતાના ભાઈએ સૌચાલય માટે ખારકુવો બનાવવા માટે ખોદેલા ખુલ્લા ખાડામાં રાત્રી દરમિયાન વરસાદ થતા ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. જેનો આ નાના ભૂલકાઓને ખ્યાલ ન હતો, અને રમતા રમતા અઢી વર્ષનો નાનો ભાઈ પરેશ ખાડામાં ગરકી જતા તેને કાઢવા જતા સાત વર્ષનો હરેશ પણ ખાડામાં ગરકાવ થઇ ગયો હતો.


ઉત્તર ગુજરાતની આ અભણ મહિલા પશુપાલનના ઉદ્યોગથી કરે છે લાખોની કમાણી


જુઓ LIVE TV



બંને સંતાનો ન દેખાતા પરિવારજનોએ શોધખોળ કરતા ખારકુવામાં ચંપલ દેખાઈ આવતા બાળકો ખાર કુવામાં પડ્યા હોવાની શંકાજતા ખારકુવામાં શોધતા બંને બાળકોના મૃતદેહ ખારકુવાના ખાડામાંથી મળી આવ્યા હતા. રણજીત બારિયાને સંતાનોમાં માત્ર આ બે બાળકો હતા. અને એક સાથે બંને પુત્રોના મોત નીપજતા પરિવાર સહીત નાનકડા કદવાલ ગામમાં શોક છવાઈ ગયો છે. વરસાદનાં સમયમાં ખુલ્લા ખાડાઓને લઇ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાળજી લેવી જરૂરી છે. જોકે સામાન્ય નિષ્કાળજીને લઇ આજે બે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.