Gujarat Election 2022: છોટાઉદેપુરના ધારાસભ્ય મોહન રાઠવાએ ભાજપનો ખેસ પહેરી અને ટોપી પહેરીને ભાજપમાં જોડાયા છે. મોહન રાઠવાના આ નિર્ણયથી ચૂંટણીના સમયે ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. ત્યારે છોટાઉદેપુરની રાઠવા ત્રિપુટીમાં ભંગાણ થયું છે. છોટા ઉદેપુર વિધાનસભાના મોસ્ટ સિનિયર ધારાસભ્ય કોંગ્રેસને બાય બાય કહી ભાજપમાં જોડાયા છે. જેને લઈને રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવા દ્વારા પ્રતિક્રિયા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મોહનસિંહ રાઠવા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને વડીલ હતા અને કોંગ્રેસ પાર્ટીમાંથી એ છૂટા પડી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવવાના સમાચાર મળ્યા. મોહનજી ભાઈ રાઠવા કોંગ્રેસમાંથી જતા વ્યક્તિગત દુઃખ છે. સમાજના આગેવાન તરીકે અમારા સૌના સલાહકાર હતા અને અમારા એક પારદર્શક હતા અને તેઓ ભારતી જનતા પાર્ટીની સામે વર્ષો સુધી લડ્યા છે. આજે એ પાર્ટીમાં જાય છે ત્યારે મને પણ દુઃખ થાય છે. પરંતુ એમનો નિર્ણય સર્વોચ્ચ નિર્ણય છે. એમના મનથી નિર્ણય લીધો છે. 


તમણે વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યને ધ્યાનમાં રાખી લીધો હશે એટલે મારે કશું કહેવું નથી. પરંતુ પક્ષને નુકશાન કરતા છે એને ઉકેલવા માટે મારે નવી રણનીતિ, નવા પ્રોગ્રામો, નવા કાર્યકરો સાથે યુવાન કાર્યકરો સાથે ઉભા કરીને પાર્ટીને મજબૂત કરવાનું કામ ગોઠવીશું. અમારી રણનીતિ ધીરુભાઈ ભીલની જાહેરાત થતા એમને પણ કોઈ જાતની મુશ્કેલી આવવાની નથી. એમની સીટ પણ અમે કાઢવાના છીએ. 


લોકોનો ખૂબ મોટો રોષ છે, મોંઘવારી, બેકારી ખેડૂતોના પ્રશ્નો આરોગ્યના પ્રશ્નો એવા અનેક પ્રશ્નોથી ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શશનથી અકડાય ગયેલા અને કંટાળી ગયેલા છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ ભોગે હરવા માટે તમામ સમાજના લોકો આગામી વિધાનસભાનો ચૂંટણી 2022માં સાથે આવી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, મોહન રાઠવા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપના નેતાઓની હાજરીમાં કોંગ્રેસના MLA મોહનસિંહ રાઠવાએ કેસરિયા કર્યાં છે. મોહન રાઠવાના બંને પુત્રો રાજેન્દ્ર અને રણજીત રાઠવા પણ ભાજપમાં જોડાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube