મુસ્તાકદલ, જામનગર: છેલ્લાં ઘણાં સમયથી જામનગર (Jamnagar) ની જાણીતી સંસ્થા લાખોટા નેચર ક્લબ (Lakhota Nature Club) ફ્રી સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી સંસ્થામાં છેલ્લા ઘણા સમયથી સેવા આપતા પકૃતિ પ્રેમી ડો. અરુણ કુમાર રવિને જામનગરના એરફોર્સ-2 રહેણાંક વિસ્તારમાંથી ઘરમાં સાપ હોઇ સાપને પકડવા માટે ફોન આવતા તરતજ ત્યાં પહોંચી રહેણાંક વિસ્તારમાંથી Banded Racer - ઘઉંલો પ્રજાતિના સાપને પકડી તેની બચાવ કામગીરી હાથ ધરી હતી. 

લગાન ફિલ્મ બાદ પ્રખ્યાત બનેલું કુનરીયા ગામ હવે આ માટે વિશેષ જાણીતું બન્યું, કર્યો કમાલ 


ત્યારબાદ આ સાપને લાખોટા નેચર કલબ (Lakhota Nature Club) સંસ્થામાં રાખવામાં આવતા જણાયું હતું કે આ સાપે 21 જેટલા ઈંડા મૂક્યા હતા. જેથી સંસ્થામાં પ્રકૃતિ પ્રેમી અરુણ કુમાર, રજત ભાઈ, તેમજ સુરજભાઈ જોશી દ્વારા આ ઈંડાંને સાચવી રાખ્યા હતા. ત્યારબાદ આ ઈંડાને 56 દિવસ સુધી જરૂરી વાતાવરણ તેમજ તાપમાન સાથે ઉછરવા માટે રાખવામાં આવ્યા હતા. 


56 દિવસની મહેનત અને જહેમત બાદ તેમજ રોજબરોજની વૈજ્ઞાનિક જાળવણી બાદ આ દરેક ઈંડામાંથી બચ્ચાઓને જન્મ આપવામાં સફળતા મળી હતી. જેમાંથી 17 ઈંડામાંથી સફળતાપૂર્વક સાપના બચ્ચાંઓ બહાર આવ્યા હતા, તેમજ 4 ઈંડામાંથી કોઈ કારણોસર બચ્ચાં નીકળી શક્યા ન હતા. ત્યારબાદ નવા જન્મેલા 17 બચ્ચાઓને વન વિભાગની મદદથી પ્રકૃતિના ખોળે ફરીથી છોડી મુકવામાં આવ્યા હતા. 

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, સરકારી અને ખાનગી ઓફિસો ધમધમશે, અમદાવાદમાં દોડતી થશે AMTS અને BRTS


જામનગરની લાખોટા નેચર ક્લબ (Lakhota Nature Club) દ્વારા આ પ્રકારની સાપ બચાવની તેમજ પક્ષી બચાવની કામગીરી છેલ્લા 35 વર્ષથી વિનામૂલ્યે કરવામાં આવે છે. જામનગર શહેરમાં કે આસપાસમાં કોઈ પણ જગ્યા એ રહેણાંક વિસ્તારમાં સાપ કે પક્ષી બચાવ માટે ડો. અરુણ કુમાર રિવ (8866122909), રજત ભાઈ (7016573265), સુરજભાઈ જોશી (7016776596) નો કોઈ લાખોટા નેચર કલબના અન્ય સર્પમિત્ર સદસ્યોનો સંપર્ક કરવો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube