ગૌરવ દવે/રાજકોટ :કેટલાક વોરિયર્સ એવા હોય છે, જે પોતાની ફરજ બજાવવા અને ડ્યુટી નિભાવવા પોતાના જીવનો પણ વિચાર કરતા નથી. આપદા સામે જીવ સટોસટનો ખેલ ખેલી લે છે, પણ પોતાની ફરજ બજાવવામાં ક્યાંય પાછા પડતા નથી. આવો જ એક રાજકોટના બાહોશ ફાયર અધિકારીનો વીડિયો સામે આવ્યો છે, જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને નાનકડા બાળકને બચાવ્યો (rescue) છે.


લોકડાઉનની શક્યતા વચ્ચે થંભી ગયા ગુજરાતથી 3 રાજ્યોમાં જતી એસટી બસોના પૈડા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ચીફ ફાયર ઑફિસરે પરિવારનો જીવ બચાવ્યો છે. રાજકોટના બેડી નાકા પાસે આવેલા કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી અને આ આગમાં બચાવવા માટે દેવદૂત બનીને ફાયર અધિકારી આઈ.વી. ખરે આવ્યા. જેમણે પોતાના જીવના જોખમે બે બાળકો અને મહિલાનો બચાવ કર્યો. આગ લાગતા ગભરાયેલી મહિલા બાળકો સાથે બાથરૂમમાં પૂરાઈ ગઈ હતી. જ્યાંથી તેમનો બચાવ કરવામાં આવ્યો હતો. પરંતુ ચીફ ફાયર ઑફિસરે પોતાનો જીવ જોખમમાં નાખીને બાળકને છાતી સરસો ચાંપ્યો અને તેને સલામત નીચે સુધી પહોંચાડ્યો. 


કુંભ મેળામાંથી સુરત આવેલા 13 લોકો પોઝિટિવ નીકળ્યા



આ ઘટનાનો વીડિયો વાયરલ (video viral) થઈ રહ્યો છે. પ્રાથમિક તારણ મુજબ ગેસના બાટલામાં લીકેજ થયું હોવાના કારણે આગ લાગી હતી. પરંતુ ફાયર વિભાગ સમયસર આવી જતા મોટી દુર્ઘટના (accident) ટળી હતી. અને આ ઘટનામાં રાજકોટના ચીફ ફાયર ઑફિસર આઈ.વી. ખરે દેવદૂત બનીને આવ્યા.