ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વધુ વેગ આપવાની નેમ સાથે નવી 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. ટાઉન પ્લાનીંગ સ્કીમમાં અમદાવાદની ૪ પ્રિલીમીનરી સ્કીમ અને અલંગની ૩ ડ્રાફટ ટી.પી સ્કીમનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કર્યા બાદ પ્રથમવાર આ ૩ ડ્રાફટ ટી.પી મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે. 
    
ભૂપેન્દ્ર પટેલે અલંગની જે ૩ ડ્રાટ ટી.પી મંજૂર કરી છે તેમાં ડ્રાફટ ટી.પી સ્કીમ નં.૧ ત્રાપજ, સ્કીમ નં. ર મહાદેવપર-કઠવા અને સ્કીમ નં-૩ અલંગ-મણાર –કઠવા ની સ્કીમ સમાવિષ્ટ છે. આ ડ્રાફટ ટી.પી સ્કીમને મુખ્યમંત્રીની મંજૂરી મળતાં હવે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થશે. એટલું જ નહિ, આંતરમાળખાકીય સવલતો પ્રાપ્ત થવાથી નાગરિકોના ઇઝ ઓફ લિવીંગમાં પણ વૃદ્ધિ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ સરકારનો ખેલ કે ગુજરાતમાંથી ગયો કોરોના! સતત બીજા દિવસે નોંધાયા શૂન્ય કેસ
    
અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળની આ ત્રણેય ડ્રાફટ ટી.પી માં કુલ ર૧.૧૪ હેક્ટર્સ જમીન આર્થિક રીતે નબળા વર્ગના (EWS) લોકોના આવાસો માટે સંપ્રાપ્ત થવાની છે અને કુલ ૧૮,૯૦૦ EWS આવાસો અહિં નિર્માણ થઇ શકશે. અમદાવાદ મહાનગરપાલિકાની જે ૪ પ્રિલીમીનરી ટી.પી મંજૂર કરવામાં આવી છે તેમાં ટી.પી સ્કીમ નં. ૭૪ (ચાંદખેડા-ઝૂંડાલ), ટી.પી સ્કીમ નં.૧ર૩/એ (નરોડા), ટી.પી સ્કીમ નં.૯૦ (વિંઝોલ-ર) તથા ટી.પી સ્કીમ નં. ૯૬/એ (હાંસોલ-અસારવા) નો સમાવેશ થાય છે. 
    
આ ચાર ટી.પી સ્કીમ દ્વારા ર.૮૩ હેક્ટર્સ જમીન વિસ્તારમાં કુલ ૪૩પ૦ EWS આવાસો બનશે. મુખ્યમંત્રીએ આપેલી મંજૂરીને પરિણામે અલંગ અને અમદાવાદની આ સ્કીમમાં બાગ-બગીચા, રમત-ગમતના મેદાન તથા ખૂલ્લી જગ્યા માટે ર૯.૩૧ હેક્ટર્સ જમીન અને જાહેર સુવિધાઓ માટે કુલ રપ.પ૬ હેક્ટર્સ જમીન પ્રાપ્ત થવાની છે. 


આ પણ વાંચોઃ આપઘાત કરનાર યુવક-યુવતીની મૂર્તિ બનાવી પરિવારજનોએ કરાવ્યા લગ્ન, જાણો શું છે કહાની
    
આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ ૬પ.૬૮ હેક્ટર્સ જમીન આ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને ઝડપી બનાવી લોકોને વધુ સુવિધાઓ આપવાની નેમ સાથે અત્યાર સુધીમાં ૧૦૦ જેટલી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. તેમણે બીજીવાર મુખ્યમંત્રી તરીકે રાજ્યશાસનનું દાયિત્વ અને શહેરી વિકાસ વિભાગાનો હવાલો સંભાળ્યા બાદ વધુ ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને તાજેતરમાં મંજૂરી આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube