ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ભાષાને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ અપીલ કરી છે. ગુજરાત વિદ્યાસભાનાં 175 વર્ષની ઉજવણીના પ્રસંગે મુખ્યમંત્રીએ આ ટકોર કરી. ગુજરાતનું ગૌરવ અને વારસો સાચવવા ગુજરાતી ભાષા જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, ગુજરાતી ભાષાને જાળવવા સરકારે 1 થી 8માં ગુજરાતી ફરજિયાત કર્યું છે. આ સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલના સમયમાં અંગ્રેજી ભાષા જરૂરી છે પરંતુ અંગ્રેજી આવડે એ જ હોશિયાર હોય એવું નથી. હું જાપાન ગયો ત્યારે મેં મારી ભાષા જાળવી રાખી હતી અને દુભાષિયાની મદદથી સંવાદ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણા પાંચ સંકલ્પમાંથી એક આપણી વિરાસતનો પણ ગર્વ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિદ્યાસાભાના 175 વર્ષની ઉજવણીન પ્રસંગે સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક જગ્યાએ આપવું જરૂરી નથી પણ કંઈક લઈને પણ જવું જરૂરી છે, નરેન્દ્ર ભાઈ કહે છે કે આપણા પાંચ સંકલ્પમાંથી એક આપણી વિરાસતનો પણ ગર્વ રહેવો જોઈએ. વિરાસત સાચવશે તો ગર્વ રહેશે. આ માટે જ્યાં જરૂર રહેશે ત્યાં અમે ઉભા રહીશું. માટે ગુજરાતી ભાષાની જાળવણી પણ જરૂરી છે. 


અંગ્રેજી આવડે તો જ હોશિયાર એવું નથી...
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ માટે જ અમે ધોરણ 8 સુધી ગુજરાતી વિષય ફરજિયાત કર્યો છે. હાલના સમયમાં અંગ્રેજી ભાષા જરૂરી છે, પણ અંગ્રેજી આવડે તો જ હોશિયાર એવું નથી. હું જાપાન ગયો ત્યારે મેં મારી ભાષા જાળવી રાખી એવો ટ્રાન્સલેટર રાખ્યો હતો. એવો પણ તેમની ભાષા જાળવી રાખે. તેઓ તેમની ભાષાને જાળવી રાખે છે. 


ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાત વિદ્યાસભા (ગુજરાત વર્નાકયુર સોસાયટી)ના સ્થાપના દિવસ છે. એક કે કોલેજમાં ગુજરાત વિદ્યાસભા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે 26 ડિસેમ્બર 1848 માં એલેકઝાન્ડર ફોર્બસે સ્થાપના કરી હતી. કવિ દલપત રામે સંસ્થાની સ્થાપના અને તેને આગળ લઇ જવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. ગુજરાતી ભાષાના સાહિત્યો, કવિતાઓ, ઇતિહાસ લેખનની જાળવણીના ઉદ્દેશય સાથે સ્થાપના થઇ હતી. વર્તમાન અને બુદ્ધિપ્રકાશ જેવા સામાયિક પ્રકાશનો સંસ્થાએ આપ્યા હતા.