બ્રિજેશ દોશી/ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે 121 દિવસના શાસનનો રિપોર્ટ કાર્ડ આપ્યું છે. આજે ગુજરાત સરકારના 121 દિવસના કામકાજનો રિપોર્ટમાં ભુપેન્દ્ર પટેલે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી પોતાની સરકારની કામગીરી અંગે વાત કરી છે. જેમાં લોકાભિમુખ વહીવટ માટે ભરેલા પગલાંઓ વિશે વાતો કરી છે. સામાન્ય રીતે 100 દિવસનું રિપોર્ટ કાર્ડ જાહેર થતું હોય છે, પરંતુ ગુજરાતની સરકારે 121 દિવસના શાસનનો હિસાબ આપ્યો છે.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સંબોધનના મહત્ત્વપૂર્ણ અંશો:


  • મારી ટિમ ગુજરાત ને મળેલી તકના 121 દિવસ પૂર્ણ

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના સુશાસન પથની કેડી પર આગળ વધી રહ્યા છીએ

  • સૌને સાથે રાખી, સૌ માટે વિકાસનો એક નવો અધ્યાય શરૂ કર્યો

  • જનસમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવાના દરવાજા ખુલ્લા મુક્યા

  • સત્તા એ ભોગવટો નહીં પણ સેવાનું માધ્યમ છે

  • કૃષિ, ઉદ્યોગ સહિતના વિભાગોમાં સેવાકાર્યોની વણઝાર

  • પ્રજાની સેવામાં દિન રાત ખડેપગે રહ્યા

  • અતિવૃષ્ટિ સામે ખેડૂતોને 1 હજાર કરોડનું પેકેજ આપ્યું

  • ખેડૂતોને થતા નુક્સાનનું વળતર વધારીને 15% કર્યું

  • 9.46 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા, 

  • મિલિયન વેકસીનેશનમાં ગુજરાત અગ્રેસર છે

  • રેન્કિંગમાં ગુજરાત સમગ્ર દેશમાં અવવલ રહ્યું છે.

  • મહેસુલી સેવાનું સરળીકરણ કર્યું

  • સપ્ટેમ્બર 2022 સુધીમાં નલ સે જળ યોજના 100% પૂર્ણ કરાશે