CM નું હોસ્પિટલમાંથી સંબોધન: જનતા ભાજપનું સુશાસન જોયા બાદ કોંગ્રેસનું કુશાસન જોવા નથી માંગતા
મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરા ફસડાઇ પડ્યાં બાદ તેમને યુએન મહેતામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનાં વિવિધ ટેસ્ટ તો નોર્મલ આવ્યા હતા પરંતુ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે તેમણે મતદાનનાં પડઘમ શાંત થવાનાં કલાકો પહેલા હોસ્પિટલમાંથી જ વિવિધ સોશિયલ મીડિયા માધ્યમો પર લાઇવ આવીને નાગરિકો જોક સંબોધન કર્યું હતું. તેમણે તમામ નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, મતદાન કરવું તે તમામ લોકોનો મૌલિક અધિકાર છે.
અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરા ફસડાઇ પડ્યાં બાદ તેમને યુએન મહેતામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનાં વિવિધ ટેસ્ટ તો નોર્મલ આવ્યા હતા પરંતુ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે તેમણે મતદાનનાં પડઘમ શાંત થવાનાં કલાકો પહેલા હોસ્પિટલમાંથી જ વિવિધ સોશિયલ મીડિયા માધ્યમો પર લાઇવ આવીને નાગરિકો જોક સંબોધન કર્યું હતું. તેમણે તમામ નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, મતદાન કરવું તે તમામ લોકોનો મૌલિક અધિકાર છે.
લાઇવ દરમિયાન તેમણે પ્રાર્થના કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. અસંખ્ય કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, ભાજપ અને વિકાસ બંન્ને એકબીજાના પર્યાય બની ગયા છે. હાલનું વાતાવરણ ગુજરાત માટે સુવર્ણ તક છે. હાલ કેન્દ્રમાં મોદી સરકાર છે, કોંગ્રેસ સરકાર સમયે જે અન્યાય કેન્દ્ર તરફથી થયો હતો તે હવે રહ્યો નથી. કોરોના દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારે ખુબ જ સારી કામગીરી કરી છે. સંવેદનશીલ રીતે કામગીરી કરી છે. ગુજરાતનો સર્વાંગી વિકાસ, શિક્ષણ, આરોગ્ય, કૃષી, સફાઇ, કૃષી, સિંચાઇ સામાજીક, આદિવાસી, ગરીબ, પીડિત, શોષીત, ગામડા, ખેડૂત તમામનો વિચાર કરીને આપણે સર્વાંગી વિકાસ તરફી કામ કરી રહ્યા છીએ.
મારો સરકાર ઇમાનદારીથી સંવેદનશીલતાથી કામ કરી રહી છે. મને આનંદ એ વાતનો પણ છે કે, જ્યારે કેન્દ્રની સરકાર આ બધી મદદ કરે, રાજ્યની સરકાર પ્રયત્ન કરે ત્યારે મારા ગામમાં પણ ભાજપ જ હોય તો જ આપણે વિકાસને છેલ્લેથી પહેલે સુધી લઇ જઇ શકીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, શહેર અને ગામનું શું સારુ છે તે તમારે વિચારવાનું છે. ભાજપ તરફથી હું તમામનો આભારી છું કે, તમે છેલ્લા અનેક વર્ષોથી ભાજપ સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો તેનો આભારી છું. વિકાસને લગતા જ કામ કરીશું. કોંગ્રેસને ભુતકાળમાં લોકોએ તક આપી હતી હાલમાં જ જિલ્લા પંચાયતો પણ આપી હતી પરંતુ લોકોએ જોયું કે, કોંગ્રેસમાં વિકાસ જરા પણ થતો નથી. હવે ગુજરાતની જનતા કોંગ્રેસને કોઇ તક આપવા માંગતી નથી. ત્યારે આપણે સૌ આવો કમળના ચારેય બટન દબાવીને શહેરના પર્યાવરણને સુધારી, ઘરે ઘરે શુદ્ધ પાણી પોહંચાડીએ. આપણે ટીપી સ્કીમ ઇમાનદારીથી પાસ કરી છે કે વિકાસના રસ્તાઓ ખુલી ગયા છે.
સ્માર્ટ સિટી ડિઝીટલ યુગમાં એક બેસ્ટ ટ્રાન્સપોર્ટેશન, મેટ્રો હોય કે બીઆરટીએસ હોય આ તમામ વ્યવસ્થા કરીને પ્રજાની સુખાકારી માટે ભાજપ કટીબદ્ધ છે. ત્યારે આ મોકો જવા ન દઇએ. કોરોનાના સંક્રમણના કારણે હુંત મારી વચ્ચે સભામાં આવી શક્યો નથી પરંતુ મને વિશ્વાસ છેક ે તમે સૌ અમારી કામગીરીને ધ્યાને રાખીને અમને ન્યાય આપશો જ. અમને તેની પુર્ણ શ્રદ્ધા છે. ગુજરાતનું જે આપણુ સુત્ર છે ગુજરાત મક્કમ ભાજપ સાથે અડીખમ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube