અમદાવાદઃ નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાનો પ્રારંભ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા કરાવવામાં આવ્યો હતો. અા પ્રસંગે CMએ આરતી કરીમાં અંબાને પ્રાર્થના કરી હતી. તથા CM દ્વારા ગુજરાતીઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યુપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, નવરાત્રિનો પર્વ શક્તિ ઉપાસનાનો પર્વ છે. આ શક્તિની ભક્તિ આપણા સૌમાં એવી ઉર્જા સંચિત કરે કે સમાજને તોડવા માંગતા વિઘટનકારી તત્વોને પરાસ્ત કરીને સમરસ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરી શકીએ. સીએમે કહ્યું કે, શક્તિની ઉપાસનાનું આ પર્વ સૌને રાષ્ટ્રભક્તિ અને તેના દ્વારા આપણી માં ભારતીને જગત જનની બનાવવાનો અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર કરનારૂ પર્વ બને. 


આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાય મૂર્તિ જસ્ટિસ એસ.સુભાષ રેડ્ડી તેમજ વિવિધ દેશોના રાજદૂતો હાજર રહ્યાં હતા. સીએમે કહ્યું કે, નવરાત્રિ અને પતંગ ઉત્સવની બ્રાન્ડ ઈમેજ વિશ્વમાં બની ગઈ છે.