CM વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી આજે કોરોનાની વેક્સિન લેશે
રાજ્યમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવતીકાલે 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ થઇ ચુક્યો છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી પણ આવતીકાલે વેક્સિન લેશે. ગાંધીનગર નજીકના ભાટ ગામ ગામની એપોલો હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યે તેઓ વેક્સીન લેવા માટે પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ સિનિયર સિટીઝનને વેક્સિન લેવા માટેની અપીલ કરી હતી. ગુજરાતના 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ: રાજ્યમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવતીકાલે 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ થઇ ચુક્યો છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી પણ આવતીકાલે વેક્સિન લેશે. ગાંધીનગર નજીકના ભાટ ગામ ગામની એપોલો હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યે તેઓ વેક્સીન લેવા માટે પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ સિનિયર સિટીઝનને વેક્સિન લેવા માટેની અપીલ કરી હતી. ગુજરાતના 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.
અંજલીબેન સિનીયર સિટીઝન હોવાને કારણે બીજા તબક્કામાં વેક્સીન લેશે. સમગ્ર રાજ્યની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલી ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવશે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સહિત આશરે 30 હજાર જેટલા માનવબળની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.
આ મુદ્દે અપીલ કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ રસીપુર્ણ રીતે સુરક્ષીત છે. તેમજ તેની કોઇ આડઅસર નથી. 60 વર્ષથી વધારે વયના દરેક વડીલ આ રસીના બે ડોઝ જરૂર અને સમયસર લે. પોતાની જાતને કોરોનાથી સુરક્ષીત બનાવવા માટે અપીલ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો.