બોટાદ : સરકારી કચેરીઓમાં કામ માટે જતા અરજદારોએ વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદોની રાવ હવે સરકાર સુધી પણ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. આજે બોટાદમાં આયોજીત એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે અધિકારીઓને ચેતવણી આપતા જણાવ્યું કે, વિવિધ નીતિ નિયમો બતાવી અરજદારને પરેશાન કરવામાં ન આવવા જોઇએ. મુખ્યમંત્રીએ ચેતવણીના અંદાજમાં કહ્યું કે, અરજદારોને પરેશાન કરવામાં ન આવવા જોઇએ. જો કામ થાય એમ હોય તો હા પાડો નહી તો ના પાડી દો.પહેલા ના પાડે અને બે વર્ષ પછી તે જ કામ થઇ જાય. જો કામ કરવામાં શબ્દોની મારામારી નડતી હોય તો આપણે શબ્દો જ બદલી નાખીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 10 કેસ, 16 રિકવર થયા, એક પણ મોત નહી


ગઢડામાં નવનિર્મિત લીંબતરૂ યાત્રિક ભવનના લોકાર્પણ પ્રસંગે  હાજર મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકોને પરેશાની ન થાય તે માટેના અમારા પ્રયાસો છે. લોકોને વિવિધ નિયમો બતાવીને મહિનાઓ સુધી ધક્કા ખવડાવનારા અધિકારીઓની ખેર નથી. જે કામ ના થાય તેમ હોય તો તત્કાલ ના પાડી દો પરંતુ લોકોને ટલ્લે ન ચડાવો. જે કામ આજે ન થાય તે જ કામ બે વર્ષ પછી થઇ જાય તે કઇ રીતે શક્ય બને. શબ્દોની મારામારી હોય તો અધિકારીઓ એવા જ શબ્દો આપે જેને આપણે સુધારી નાખીએ. મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સેવા છે. 


મુખ્યમંત્રીએ ગઢડા ખાતે 20 કરોડના ખર્ચે નવનિર્મિત લીંબતરૂ યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ધારાસભ્ય આત્મારામ પરમાર, પૂર્વ મંત્રી સૌરભવ પટેલ સહિત અનેક ઉચ્ચ પદસ્થ નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક સંતો અને સ્થાનિક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube