રવિ અગ્રવાલ, વડોદરા: ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ વિવાદમાં આવ્યા છે. કારણ કે વડોદરામાં ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખે મુનાફ પટેલ સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અરજી પોલીસમાં આપી છે. ક્રિકેટ હિત રક્ષક સમિતિ બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં થતા ભ્રષ્ટ્રાચારોને છેલ્લા ઘણા વર્ષોથી ઉજાગર કરે છે અને મુનાફ પટેલ પણ બીસીએમાં મેન્ટર તરીકે ફરજ બજાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- લ્યો... બોલો મંડપમાંથી ભગવાનની મૂર્તિ જ ગાયબ થઇ ગઇ


તાજેતરમાં જ ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતી સહિત સભ્યોએ શહેરમાં બીસીએમાં ચાલતા ભ્રષ્ટ્રાચારને ઉજાગર કરતા હોર્ડિગ્સ શહેરમાં લગાવ્યા છે. જેને લઈ મુનાફ પટેલે દેવેન્દ્ર સુરતીને ફોન કરી કેમ ખોટી ખોટી માહિતી લોકોની વચ્ચે મુકે છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી.


આ પણ વાંચો:- સુરતમાં કિન્નરોએ માગ્યા મુજબ દાપું ના મળતા યુવક પર કર્યો હુમલો


દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસ સ્ટેશન પહોચી મુનાફ પટેલ વિરુધ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અરજી આપી છે સાથે જ મુનાફ સામે એફઆઈઆર દાખલ કરી ધરપકડની માંગ કરી છે. તેમજ ફરીયાદી દેવેન્દ્ર સુરતીએ પોલીસ રક્ષણની પણ માંગ કરી છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...