સુરત : સ્કૂલ એ વિદ્યાર્થીનું બીજું ઘર છે ત્યાં બાળકને માતા-પિતા જેવો જ પ્રેમ અને હુંફ મળશે તેવો વિશ્વાસ દરેક માતા-પિતાને હોય છે અને તેથી જ પોતાના બાળકોને સ્કુલમાં મુકતા હોય છે. જોકે સ્કૂલમાં બાળકો સાથે ક્રુરતા ભર્યો વ્યવહાર કરવામાં આવતો હોવની અનેક ઘટનાઓ સામે આવી છે, ત્યારે સુરતમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સાડાત્રણ વર્ષના બાળક પર સ્કૂલમાં મસ્તી કરતો હોવાનો આરોપ લગાવી મહિલા પ્રિન્સીપલે ગરમ ચમચી કરી ડામ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાડાત્રણ વર્ષના બાળકને ડામ આપવાની સમગ્ર ઘટના સુરતના વેસુ વિસ્તારમાં આવેલી કિડ્સ કલીગ ગ્રુપ એટલે કે કે.સી.જી. ની છે. કે.સી.જી. ના પ્રિન્સિપાલ જ્યોતિ અગ્રવાલ પર આરોપ છે કે તેમણે સાડાત્રણ વર્ષના બાળક પર ગુસ્સે ભરાઈ તેના પગના ભાગે ત્રણ વખત ચમચી ગરમ કરી ડામ આપ્યા હતાં. આ સમયે એક અન્ય મહિલાએ બાળકને પાછળથી પકડ્યો હતો. આ ઘટનાની જાણ બાળક ઘરે આવ્યો પછી તેની માતાને થઈ હતી. આ મામલે સ્કુલના સંચાલકોને જ્યારે માતા-પિતાએ ફરિયાદ કરી તો તેમણે કોઈ પણ કાર્યવાહી કરી ન હતી, જેથી આખરે સમગ્ર ઘટના અંગે માતાપિતાએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


રાશિફળ 30 એપ્રિલ : કેવો રહેશે આજનો દિવસે દરેક રાશિ માટે? જાણવા કરો ક્લિક


વાલીની ફરિયાદના આધારે ઉમરા પોલીસે તાત્કાલિક એક્શન આવી મહિલા આચાર્ય સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી. પોલીસે સૌ પ્રથમ શાળાના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા જેમાં મહિલા આચાર્ય અને બે આયાનું કારસ્તાન સામે આવ્યું. જ્યારે ભોગ બનનાર માસુમને તાકીદે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડયો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને કેમેરાનું ડીવીઆર પણ જપ્ત કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.