રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીનું ચાંદીપુરા વાઈરસથી મોત થયું છે. પૂણેની લેબનો રિપોર્ટ આવતા વડોદરાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ભાયલી ગામમાં રહેતા પાંચ વર્ષની બાળકીને 28 જૂનના રોજ તાવ આવ્યો હતો. તેની સારવાર ગોત્રીની સરકારી હોસ્પિટલમાં ચાલતી હતી. ત્યારે બે દિવસ બાદ 30 જૂનના રોજ બાળકીનું મોત નિપજ્યું હતું. તેના બાદ બાળકીના સેમ્પલને પૂણેની વાયરોલોજિકલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે બાળકીના મોતનો રિપોર્ટ આવતા વડોદરાના આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચ્યો હતો.


ઠાકોર સમાજમાં 12 વિચિત્ર નિયમોનુ ફરમાન, દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો પિતાને 1.50 લાખનો દંડ


ચાંદીપુરા એ સેન્ડફલાય નામની માખથી થતો વાઈરસ રોગ છે. વડોદરાની બાળકીનો તાવ શંકાસ્પદ હોવાથી તેનો રિપોર્ટ પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં સતત બીજા વર્ષે ચાંદીપુરા વાઈરલે બાળકનો ભોગ લીધો છે. ગત વર્ષે બે બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે 8 દર્દીઓ શંકાસ્પદ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે પહેલી બાળકીનો ભોગ લેવાયો છે. 


ફોઈના ઘરે રજામાં આવેલી મનાલીને અમદાવાદની રાઈડમાં મોત મળ્યું, અંતિમવિધિમાં આખુ ગામ હિબકે ચઢ્યું


શું છે ચાંદીપુરા વાઈરસ
આ વાઈરસ સેન્ડફ્લાય નામના માખીથી ફેલાય છે. તેનાથી આ રોગ ફેલાય છે. ખેતર, ગાય, ભેંસ, ઘોડાના તબેલા જેવા સ્થળોથી વાઈરસ પેદા થાય છે. આ બાળક મોટાભાગે બાળકોને ઝપેટમાં લે છે. તેનાથી પહેલા તો બાળકોને ઝાડા-ઉલ્ટીથી ખેંચ આવે છે અને બાળકો બેહોશ થઈ જાય છે. આ વાઈરસ લાગ્યા બાદ બાળકના મગજ પર સોજો આવે છે. ત્યાર બાદ તે ઝડપથી શરીરમાં ફેલાઈ જાય છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :