ચેતન પટેલ/સુરત :સુરતમાં એક અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા એક બાળકના મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સુરતના હજીરા કવાસગામની છે. રમતા રમતા ટાંકામાં પડેલો બોલ બાળક લેવા ગયો હતો, અને તે ટાંકામાં પડ્યો હતો. બાળક બિલ્ડીંગની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડતા તેનું મોત નિપજ્યું છે.


કચ્છની 100 સંસ્થાઓ મેઘલાડુ ઉત્સવ ઉજવી મુખ્યમંત્રી રૂપાણીનું આજે સન્માન કરશે, કારણ છે અનોખુ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કવાસ ગામમાં આવેલ રૂપક એપાર્ટમેન્ટમાં ત્રણ બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. અહી કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા, સૂરજ નામનો બાળક રમતા રમતા બોલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડ્યો હતો. ત્યારે બાળક બોલ લેવા માટે અંડર પડ્યો હતો. આ ઘટના બનતાની સાથે જ અન્ય બાળકો ત્યાંથી ડરીને ભાગી ગયા હતા. પરંતુ બે કલાકથી બાળક ન આવતા પરિવારે તેને શોધવાનું શરૂ કર્યું હતું. આખરે સુરત ટાંકામાં પડ્યો છે, તેવી માહિતી મળતા લોકોએ ટાંકીમા શોધખોળ કરી હતી. સૂરજને ટાંકીમાંથી બહાર કઢાયો હતો, પરંતુ તે બચી શક્યો ન હતો. ઈચ્છપોર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :