સુરેન્દ્રનગર :ધાંગધ્રા આર્મીની સ્પેશિયલ ટીમે દુદાપૂર ગામે બોરવેલમાં ખાબકેલ બાળકીનું રેસ્ક્યૂ કર્યુ હતું. 500 ફૂટના બોરમાં પડી ગયેલ બાળકને બચાવવા આર્મી દ્વારા મધરાતે જ રેસ્ક્યૂ કરીને જીવ બચાવી લેવાયો હતો. દુદુપુર ગામની સીમમાં આવેલ બોરવેલમાં બાળક રમતા રમતા પડી ગયો હતો. ત્યારે આર્મીની ટીમ મદદે આવી હતી. જોકે, બાળકને તંદુરસ્ત રીતે બહાર કાઢવામાં આવ્યું હતુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરીબ પરિવારનુ બાળક બોરવેલમાં પડ્યું
ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર સીમમાં મૂળ મધ્યપ્રદેશના મુન્નાભાઈ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ખેતમજૂરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેમનો બે વર્ષનો દીકરો શિવમ ગઈકાલે રાતે રમતા-રમતા બોરવેલમાં પડી ગયો હતો. તે બોરવેટમાં 30 ફુટે અટવાઈ ગયો હતો. આ વાતની જાણ થતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા સૈન્ય સ્ટેશનને શિવમ વર્મા, IPS, ધ્રાંગધ્રા પોલીસ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ તરફથી 7 જૂન, મંગળવારના રોજ અંદાજે સાંજે 21:29 કલાકે કોલ મળ્યો હતો કે, ધ્રાંગધ્રા તાલુકાના દૂધાપૂર ગામમાં એક સાંકડા બોરવેલમાં દોઢ વર્ષનો શિવમ નામના બાળક પડી ગયો છે. તો આર્મીની ટીમ આ બાળકને બચાવવા મદદે આવે. 


આ પણ વાંચો : બે વર્ષ બાદ સૌરાષ્ટ્રવાસીઓ મલકાશે, જન્માષ્ટમીના લોકમેળાને મળી મંજૂરી


દુદાપુર ગામ સૈન્ય સ્ટેશનનથી લગભગ 20 કિમીના અંતરે છે. પોલીસ તરફથી કૉલ મળ્યા બાદ તાત્કાલિક 10 મિનિટમાં બચાવ ટીમ સક્રીય થઇ હતી અને મનિલા રોપ (દોરડું), સર્ચ લાઇટ, સેફ્ટી હાર્નેસ, કેરાબાઇનર વગેરે જેવા આવશ્યક ઉપકરણો લઈને લાઇટ વ્હીકલમાં ઘટના સ્થળે જવા રવાના થઇ હતી.


ટીમે સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને પહેલા તો માહોલ નિયંત્રણમાં લીધો હતો. કારણ કે ઘટનાસ્થળ પર આખા ગામના લોકો એકત્ર થઇ ગયા હતા. શિવમ નામનો આ બાળક જમીનના સ્તરથી લગભગ 25-30 ફુટ નીચે ફસાયો હતો અને બોરવેલ લગભગ 300 ફુટ સુધી ઊંડો હતો અને તેમાં પાણીનું સ્તર પણ લગભગ શિવમના નાક સુધી પહોંચી ગયું હતું. ઉપરથી બાળકના રડવાનો અવાજ સંભળાતો હતો, જેના કારણે તેની તબિયત સારી હોવાનુ સાબિત થતુ હતું.


આ પણ વાંચો : સુરતના ડ્રાયફ્રુટ ચોર દાદા મળી ગયા... તેમની ટીમની કૌભાંડ કરવાની સ્ટાઈલ જાણીને છક થઈ જશો


ધ્રાંગધ્રા આર્મીની ટીમે યુક્તિપૂર્વક ધાતુના હૂકમાં ફેરફાર કર્યો હતો અને તેને મનિલા રોપ સાથે બાંધ્યું હતું. બાદમાં તેને બોરવેલમાં અંદર નાંખ્યું હતું. થોડી મિનિટોમાં હૂક બાળકના ટીશર્ટમાં ફસાઇ ગયું હતું અને ટીમે ધીમે ધીમે તેમજ સ્થિરતાપૂર્વક દોરડું બહાર ખેચ્યું હતું અને આ રીતે બાળકને સફળતાપૂર્વક બોરવેલમાંથી બચાવી લેવાયો હતો


ત્યારબાદ, ટીમ બાળકને લઇને પ્રાથમિક સારવાર માટે નજીકમાં આવેલા ધ્રાંગધ્રા જિલ્લા હોસ્પિટલ ખાતે પહોંચી હતી, જ્યાં તેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું હતું. શિવમ હાલમાં જોખમમાંથી બહાર છે. જોકે તેને હાલમાં સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.