100 મેં સે 80 બીમાર... અમદાવાદી બાળકોના હેલ્થનો રિપોર્ટ કાર્ડ ‘ડેન્જરસ’ નીકળ્યો
અમદાવાદના બાળકોનું ભવિષ્ય કેટલુ હેલ્ધી રહેશે તેના ચોંકાવનારા આંકડા આપતું પરિણામ સામે આવ્યું છે. રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ AMC વિસ્તારમાં બાળકોના આરોગ્યની તપાસ હાથ ધરાઈ હતી. આ આરોગ્ય તપાસ દરમિયાન 346 બાળકોને હૃદય રોગ, 194 બાળકોને કીડનીના રોગ, 33ને કેન્સર અને 41ને થેલેસેમિયા હોવાનો ખુલાસો થયો છે. આ તમામ બાળકોને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર આપવામાં આવી રહી છે.
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના બાળકોનું ભવિષ્ય કેટલુ હેલ્ધી રહેશે તેના ચોંકાવનારા આંકડા આપતું પરિણામ સામે આવ્યું છે. રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ AMC વિસ્તારમાં બાળકોના આરોગ્યની તપાસ હાથ ધરાઈ હતી. આ આરોગ્ય તપાસ દરમિયાન 346 બાળકોને હૃદય રોગ, 194 બાળકોને કીડનીના રોગ, 33ને કેન્સર અને 41ને થેલેસેમિયા હોવાનો ખુલાસો થયો છે. આ તમામ બાળકોને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર આપવામાં આવી રહી છે.
દોડતો દોડતો આવીને ઘોડો સીધો જ લોકોના ટોળામાં ઘૂસ્યો, શ્વાસ અદ્ધર થાય તેવો Video
આંગણવાડીના, તમામ ખાનગી તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો, નવજાત શિશુઓ અને શાળાએ ન જતા 18 વર્ષ સુધીના બાળકોની આરોગ્ય તપાસ કરાઈ હતી. 25 નવેમ્બર 2019થી 28 ડિસેમ્બર સુધી આ હેલ્થ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 28 ડિસેમ્બર સુધીમાં કુલ 5 લાખ 87 હજાર 929 બાળકોની આરોગ્ય તપાસ કરાઈ હતી. જેમાંથી 2 લાખ 73 હજાર 69 બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. હેલ્થ ચેકિંગમાં વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા આ તપાસ કરાઈ હતી. જે મુજબ...
અમદાવાદ આખાની ચાની કીટલીઓ ફરી લેશો, તો પણ આવી ચાની દુકાન ક્યાંય નહિ જોઈ હોય
- સંદર્ભ સેવામાં 33,577 બાળકો
- બાળરોગ નિષ્ણાત દ્વારા 4,376 બાળકો
- આંખના સર્જન દ્વારા 7,810 બાળકો
- દાંતના સર્જન દ્વારા 15,183 બાળકો
- ચામડીના સ્પેશિયાલિસ્ટ દ્વારા 2755
- કાન-નાક ગળાના સર્જન દ્વારા 2228
- અન્ય નિષ્ણાત દ્વારા 1225 બાળકો
આમ, ગુજરાતમાં બાળકોનું સ્વાસ્થય કેટલું કથળી રહ્યું છે તેનો આ બોલતો પુરાવો છે. સરકાર આ મામલે બેદરકારી દાખવી રહી છે. જો ગુજરાતના અન્ય શહેરોના બાળકોનું પણ હેલ્થ ચેકઅપ કરાય તો વધુ ચોંકાવનારા આંકડા સામે આવી શકે છે. ત્યારે સરકારે શારીરિક સ્વાસ્થય મામલે એક પહેલ કરવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....