Child Marriage In North Gujarat: ઉત્તર ગુજરાતમાં નાની ઉંમરમાં જ છોકરીઓ પર મોટો ભાર, આ વાત જાણીને ચોંકી જશો
Child Marriage In North Gujarat: ઉત્તર ગુજરાતના 5 જિલ્લા પ્રમાણે સ્થિતિ જોઇએ તો બનાસકાંઠામાં 37.30 ટકા, પાટણમાં 35.40 ટકા, મહેસાણામાં 32.30 ટકા, સાબરકાંઠામાં 27 ટકા અને અરવલ્લીમાં 27 ટકા મહિલાઓ એવી છે કે જેમનાં લગ્ન 18 વર્ષથી નાની વયે થઇ જાય છે.
તેજસ દવે, મહેસાણા: ઉત્તર ગુજરાતની પોલિટિકલ લેબ ગણાતા મહેસાણામાં બાળ લગ્નનું પ્રમાણ 32.30 ટકા જોવા મળી રહ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થના વર્ષ 2019 થી 2021 ના સર્વેમાં આ ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતની 31.80 ટકા યુવતીનાં લગ્ન 18 વર્ષ પહેલાં થઇ જાય છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં તમાકું અને દારુના સેવનાના પણ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
નેશનલ ફેમિલી હેલ્થ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં ઉત્તર ગુજરાતના 4425 ઘર સાથે 5039 મહિલાઓ અને 801 પુરૂષોને આવરી લેવામાં આવ્યાં હતા. જેમાં 20 થી 24 વર્ષની પરિણીતાઓના સર્વેના તારણ મુજબ ઉત્તર ગુજરાતની 31.80 ટકા યુવતીઓનાં લગ્ન 18 વર્ષ પહેલાં થઇ જાય છે. ઉત્તર ગુજરાતના 5 જિલ્લા પ્રમાણે સ્થિતિ જોઇએ તો બનાસકાંઠામાં 37.30 ટકા, પાટણમાં 35.40 ટકા, મહેસાણામાં 32.30 ટકા, સાબરકાંઠામાં 27 ટકા અને અરવલ્લીમાં 27 ટકા મહિલાઓ એવી છે કે જેમનાં લગ્ન 18 વર્ષથી નાની વયે થઇ જાય છે.
NID માં કોરોનાના વધુ 13 કેસ નોંધાતા હાહાકાર, છેલ્લા 5 દિવસથી વધારો થતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ
આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 15 વર્ષ કે તેથી વધુ વયના મહિલા પુરૂષના સર્વેમાં 39.34 ટકા પુરૂષ અને 7.70 ટકા મહિલાઓ તમાકુનું વ્યસન કરી રહી છે. જ્યારે 4.88 ટકા પુરૂષ અને 0.26 ટકા મહિલા દારુનું સેવન કરતી હોવાનું પણ અહેવાલમાં સામે આવ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube