જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: સોશિયલ મીડિયા (Social Media) ના દુરઉપયોગના ઘણા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના બાબતેની ફરીયાદ આણંદ (Anand) સાયબર પોલીસ (Cyber Police) સ્ટેશને નોંધાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફરીયાદ નોંધાવનાર યુવતીએ પોતાના ખંભાત સ્થિત પરિચિત યુવક જગદીશ સિંધા દ્વારા તેના તેના ન્યૂડ વિડિયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) કરી દેવાની ધમકી આપી રૂપિયા ૫૦ હજાર ની માંગણી કરી હતી. વિશ્વાસના નામે છેતરાયેલી યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.  

Bhavnagar ના ઠગબાજોએ અપનાવ્યો એવો કિમિયો કે ભલભલા શિકાર બની બેઠા


આ છોકરીની ફરિયાદના આધારે 5 યુવતી મદદથી જ પોલીસે યુવકનો સંપર્ક કરી વાતચીતમાં નક્કી કરેલી રકમ લેવા માટે આણંદ બસ સ્ટેન્ડ નજીક બોલાવ્યો હતો. આ વિકૃત માનસિકતા ધરાવતો યુવક આણંદ સાયબર પોલીસની ટ્રેપ (Police Trap) માં ફસાઇ ગયો હતો. બોલાવેલી જગ્યા પર આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો.


સમગ્ર ઘટનામાં ફરીયાદ મુજબ સમજીએ તો સોશિયલ મીડિયા (Social Media) માં ખોટા એકાઉન્ટ બનાવી પોતાની જ પુર્વ સ્ત્રીમિત્રને બ્લેકમેલ કરનાર યુવક હવે સાયબર પોલીસના શંકજામાં આવી ગયો હતો ત્યારે  પોલીસે (Police) તેની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન કબ્જે લીધો હતો.

Anand માં વધુ એક લેન્ડગ્રેબીંગની ફરીયાદ, પચાવી પાડી શૈક્ષણિક સંસ્થાની જમીન


અહી સુધી સમગ્ર બાબત અને ઘટનાક્રમ ફરીયાદ મુજબ હોય છે, પણ સાયબર પોલીસે (Cyber Police)  વધુ તપાસ કરતાં તેના મોબાઈલ (Mobile) માંથી અન્ય ત્રણેક સગીરાના પણ બિભત્સ ફોટો મળી આવ્યા હતા. ત્યારે પોલીસે પણ બાળકોની પોનોગ્રાફીની શંકાના આધારે પોલીસે તેનો મોબાઇલ એફએસએલ (FSL) માં પણ તપાસ કરી રિપોર્ટ માટે મોકલી આપ્યો હતો. આણંદ પોલીસે (Anand Police) આરોપીનો કોવિડ રિપોર્ટ કરાવી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube