ચેતન પટેલ/સુરત :સુરતનો એક શોકિંગ વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. ટેકઓફ કરતાં પ્લેનમાં પાયલોટની બાજુમાં એક બાળક બેસ્યો હોવાનો આ વીડિયો હાલ ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યો છે. જેમા કોકપીટમાં પાયલટની બાજુમાં બાળક હેડફોન પહેરી સ્ટીયરિંગ ઓપરેટ કરતો હોય તેવો આ ViDEO છે, આ વીડિયો સુરત એરપોર્ટનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિમાનનું કોકપીટ એવી જગ્યા છે, જ્યાં પાયલોટ બેસીને પ્લેન ઉડાવે છે, અને તેનુ સંચાલન કરે છે. આ જગ્યા વિમાનની બહુ જ મહત્વની અને સંવેદનશીલ જગ્યા છે. જ્યાં કોઈ મુસાફર જઈ શક્તુ નથી. આવામાં ક પ્લેનના કોકપીટમા બેસેલા બાળકનો વીડિયો વાયરલ થયો છે. બાળક હેડફોન પહેરીને સ્ટીયરિંગ ઓપરેટ કરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. 


આ પણ વાંચો : દીકરીની બલી ચઢાવી, પિતાએ વળગાડ દૂર કરવા 14 વર્ષની દીકરી પર ત્રાસ ગુજારી મારી નાંખી


આ વીડિયો સુરત એરપોર્ટનો હોવાનું અનુમાન છે. સાથે જ વીડિયોમાં દેખાતુ પ્લેન એર વેન્ચયૂરાનું પ્લેન હોવાનું ચર્ચાય છે. વીડિયોમાં પ્લેન રન વે ઉપર દોડી ટેકઓફ કરતું પણ દેખાય છે. કોકપીટ જેવી સંવેદનશીલ જગ્યાએ એક બાળક બેઠો છે. ત્યારે આ બાળક સુરતના મોટા રાજકીય વ્યક્તિના સગાનો દીકરો હોવાનું અનુમાન છે. ત્યારે આ વીડિયોને લઈને ચર્ચા શરૂ થઈ છે. 



કોકપીટ એ પ્લેનની સંવેદનશીલ જગ્યા કહેવાય. પ્લેન ઉડાડતા સમયે આવી બેદરકારી કેવી રીતે દાખવી શકાય છે. પાયલોટે પણ તેની ગંભીરતા અને જવાબદારી સમજવાની જરૂર છે. બાળકનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોય. જો કોઈ દુર્ઘટના ઘટે તો તેના માટે કોણ જવાબદાર. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.