બાળકો ગણિત ગોખશે નહી, સમજશે: નવી શિક્ષણનીતિ અંતર્ગત શાળાઓમાં વૈદિક ગણિતનો સમાવેશ
નવી શિક્ષણનીતિ અંતર્ગત સ્કૂલના અભ્યાસક્રમમાં વૈદિક ગણિતનો સમાવેશ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ઇતિહાસ ઉપરાંત પોતાની વિરાસત મુદ્દે પણ આક્રમકતાથી કામ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સ્માવિષ્ય અંદાજીત 20,000 શાળાઓમાં આગામી શૈક્ષણિક સત્રથી વિષય તરીકે વૈદિક ગણિતને અભ્યાસમાં જોડવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને ગણીત માત્ર ભાર રૂપ વિષય ન લાગે પરંતુ તેનો આનંદ ઉઠાવી શકે અને ગણીતને ગોખવાના બદલે સમજી શકે તે હેતુથી આ યુનિક કોનસેપ્ટ સાથે નવા વર્ષથી પ્રારંભ કરાવવામાં આવશે.
અમદાવાદ : નવી શિક્ષણનીતિ અંતર્ગત સ્કૂલના અભ્યાસક્રમમાં વૈદિક ગણિતનો સમાવેશ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ઇતિહાસ ઉપરાંત પોતાની વિરાસત મુદ્દે પણ આક્રમકતાથી કામ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સ્માવિષ્ય અંદાજીત 20,000 શાળાઓમાં આગામી શૈક્ષણિક સત્રથી વિષય તરીકે વૈદિક ગણિતને અભ્યાસમાં જોડવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને ગણીત માત્ર ભાર રૂપ વિષય ન લાગે પરંતુ તેનો આનંદ ઉઠાવી શકે અને ગણીતને ગોખવાના બદલે સમજી શકે તે હેતુથી આ યુનિક કોનસેપ્ટ સાથે નવા વર્ષથી પ્રારંભ કરાવવામાં આવશે.
ધોરણ 6 થી 10 ના વર્ગમાં તબક્કાવાર વૈદિક ગણિતને અભ્યાસમાં સમાવવામાં આવશે. આ અંગે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સફળ રહ્યા બાદ સમગ્ર અભ્યાસક્રમમાં તબક્કાવાર રીતે સમાવેશ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ભારતના સાંસ્કૃતિક વારસાથી પરિચિત થાય એ હેતુથી વૈદિક ગણિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. GCERT દ્વારા અભ્યાસ અંગેની જરૂરી તાલીમનું આયોજન કરવામાં આવશે. શિક્ષકોને પણ તબક્કાવાર રીતે ટ્રેનિંગ આપવામાં આવશે.
આમ જ ચાલ્યું તો કોરોનાના લાખો ખાટલા ઘેર ઘેર હશે, નવા આંકડા જાણીને સીધી ગામડાની જ બસ પકડશો
વૈદિક ગણિત શુ છે? વૈદિક ગણિતના અભ્યાસથી શુ લાભ થશે ? કેમ વૈદિક ગણિતનો સમાવેશ છે જરૂરી ? એ જાણવા ઝી 24 કલાકે વૈદિક ગણિતનો અભ્યાસ કરતા વિદ્યાર્થી અને શિક્ષક સાથે વાતચીત કરી હતી. અમે પહોંચ્યા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી ગુરુકુલમમાં, જ્યાં વર્ષોથી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી જુદી જુદી કળાઓનો કરાવવામાં આવે છે અભ્યાસ, જેમાંથી એક છે વૈદિક ગણિત, આવો જોઈએ શુ છે આ વૈદિક ગણિત અને કેવી રીતે સાબિત થશે વિદ્યાર્થીઓ માટે ફાયદેમંદ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube