નવસારી : અરબ સાગરમાં ઉઠેલા મહા વાવોઝાડાની અસર નવસારીના દરિયામાં જોવા મળી રહી છે. નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે વેકેશનની મજા માણવા સહેલાણીઓ આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા અંહિ લોકો કિનારે ન જાય અથવા એમને વાવાઝોડા વિશેની માહિતી મળે એવી કોઇ વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી. જેને કારણે દરિયામાં કરન્ટ હોવા છતા સહેલાણીઓ બાળકો સાથે બેખૌફ દરિયામાં નાહવાની મજા માણી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો થાય ઍ જરૂરી છે.


ગુજરાત : ખેડૂતો કફોડી સ્થિતી વિમો પાકે તો એજન્ટો બખ્ખા ન પાકે તો કંપનીને ફાયદો
અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય, જામનગરના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું
અત્રે ઉલ્લેખનીય છે કે, મહા વાવાઝોડુ ગુજરાતના કિનારાઓ પર ત્રાટતે તેવી શક્યતાઓને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમો દરિયા કિનારાના જિલ્લાઓ પર ગોઠવી દેવામાં આવી છે. ત્યારે આ સહેલાણીઓ અને ખાસ કરીને દરિયામાં જઇ રહેલા આ બાળકોને જાણે કોઇ ફિકર જ ન હોય તેવી રીતે મસ્તી કરી રહ્યા છે. દરિયો તોફાની બન્યો હોવા છતા તેઓ દરિયામાં મસ્તી કરી રહ્યા છે. ત્યારે તંત્ર સામે સમાલો પેદા થાય છે. જો કે દરેક કામ માટે આપણે માત્ર તંત્રને જવાબદાર ન ઠેરવી શકીએ. સહેલાણીઓએ પોતે પણ ધ્યાન રાખવું પડશે કે ચેતવણી અપાઇ છે તો દરિયાથી દુર રહેવું જોઇએ.