અતુલ તિવારી/અમદાવાદ :સમગ્ર દેશમાં દિવાળી (Diwali) નો પાવનપર્વ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજ્યમાં જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ ચોપડા પૂજન ભાવપૂર્વક કરતા હોય છે. દરેક વેપારીઓ ઈચ્છે છે કે તેમનો ધંધો વ્યવસાય વિના વિધ્ને ચાલે અને નફો બમણો થાય. આવતીકાલથી શરૂ થતું નવું વર્ષ (New Year 2019) તેમના વેપાર માટે લાભદાયી નીવડે તેવી પ્રાર્થના સાથે આજે દિવાળીના દિવસે નવા ચોપડામાં જમા અને ઉધારની નોંધ કરતા હોય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) ના મણિનગરમાં આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે વેપારીઓ લેપટોપ (Laptop) અને નવા ચોપડા સાથે પહોંચ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે ભદ્રના કિલ્લામાં માતા ભદ્રકાળીના હાથનું નિશાન જોયું છે? જેની સાથે જોડાયેલી છે એક લોકવાયકા


ચોપડા પૂજનના દિવસે વેપારીઓ ચોપડાની સાથે સાથે આજના આધુનિક યુગમાં લેપટોપ અને હાર્ડ ડિસ્કનું પણ પૂજન કરતા નજરે પડે છે. આવામાં એકાઉન્ટીંગ સોફ્ટવેરના હાઇફાઇ જમાનામાં પણ લાલ કલરના ચોપડા અને ખાતાવાહી ખરીદવા પણ મૂહર્ત જોવામાં આવે છે. લાલ કલરના ચોપડો એ શુભનું પ્રતિક છે. લક્ષ્મી પૂજન અને સરસ્વતી પૂજન વર્ષમાં એકવાર ભાવપૂર્વક કરવામાં આવે છે. કોમ્પ્યુટર આવ્યા પછી પણ ચોપડાપૂજનનું મહત્વ વેપારીઓમાં અકબંધ જોવા મળે છે.  



મંદિરમાં મુકવામાં આવેલા 6 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ ચોપડાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.  અહીં વેપારીઓએ તેમના વ્યવસાયમાં સફળતા મળે, આર્થિક અને શારીરિક સુખાકારી જળવાય તેવી પ્રાર્થના સાથે ચોપડા પૂજન કર્યું હતું તેવું સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :