હવાઈ મુસાફરી કરીને લોકોના ઘરોમાં ચોરી કરતી ગેંગ આણંદથી પકડાઈ
આંણદ પોલીસે એવા ચોરને પકડ્યો છે કે જેની ઓળખ અને ગુનામાં તો એક ઘરફોડ ચોર તરીકેની છે. પરંતુ આ સિવાય આ ચોર વિમાન મુસાફરી કરીને ગુજરાત બહાર પણ ચોરી કરતો હતો.
જપ્તવ્ય યાજ્ઞિક/આણંદ :આંણદ પોલીસે એવા ચોરને પકડ્યો છે કે જેની ઓળખ અને ગુનામાં તો એક ઘરફોડ ચોર તરીકેની છે. પરંતુ આ સિવાય આ ચોર વિમાન મુસાફરી કરીને ગુજરાત બહાર પણ ચોરી કરતો હતો.
રાજ્યમાં વધી રહેલા ઘરફોડ ચોરીના કિસ્સા પોલીસ માટે પણ માથાનો દુખાવો બન્યા છે. ત્યારે આંણદ-નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ આજ મુજબ બનેલ ચોરીના કિસ્સાઓ બન્યા હતા. તેથી તેને લઇને આંણદ પોલીસની અલગ અલગ ટીમ ચોરી કરનારને શોધી રહી હતી. નડિયાદ શહેરના બંધ મકાનમાં ચોરી કરનાર શખ્સ નવગણપુજા અને તેના સાગરિતો વિશેની બાતમી આંણદ ટાઉન પોલીસને મળી હતી. આંણદના ચિખોદરા ગામેથી
શહેર તરફ એક જ્યુપીટર ટુ વ્હીલર પર બે શખ્સો આવવાની જાણ થતા એલસીબી અને ટાઉન પોલીસે શહેરની ગણેશ ચોકડી પાસે તેમને રોકી પૂછપરછ કરી હતી. જે દરમિયાન તેમના વાહનના પુરાવા વિશે સંતોષકારક જવાબ ન મળતા તેમની અટકાયત કરાઇ હતી. આ શખ્સો પાસેથી રોકડ રકમ અને મોબાઇલ પણ મળી આવ્યા હતા.
જોકે પોલીસે તેમની અટકાયત કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. તેઓએ નડિયાદની મકાન ચોરી સહિત બીજા પણ ઘરફોડ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આ ઘરફોડ ચોર પાસેથી ૯૮૪ ગ્રામ જેટલુ સોનુ અને ૩.૪ કીલો ચેટલી ચાંદીની રિકવરી કરી છે. ત્યારે પોલીસનું માનવુ છે કે, આ ચોરો સામેની તપાસમાં વધુ કેટલાક ઘરફોડ ચોરીના કિસ્સાના ભેદ ઉકેલી શકાશે.
પકડાયેલા આ ચોર બંધ મકાનને ટાર્ગેટ કરી રોકડ રકમ અને સોના ચાંદીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવા હતા. પોલીસની પૂછપરછમાં ચોરો ન માત્ર ગુજરાત, પરંતુ રાજ્ય બહાર કર્ણાટક, તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ વિમાન મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યું છે તેવુ આણંદના ડીવાયએસપી ડીઆર ભાટિયાએ જણાવ્યું.