ઝી બ્યૂરો/સાબરકાંઠા: સાબરકાંઠાના ઈડરના ચોરીવાડ ગામે ડ્રાઈવર વગર ટ્રેક્ટર ખેતરમાં ફર્યું છે. ડ્રાઈવર ટ્રેક્ટર પરથી પડી જતાં આ ઘટના બની હતી. 2 દિવસ પહેલાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. 
સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ચોરીવાડ ગામમાં ત્રણ દિવસ પહેલા ખેતરમાં ચાલક વગર ખેતરમાં દોડતું ટ્રેક્ટરનું દ્રશ્ય સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ હવે સહુ‌ કોઈ આ કેવી‌ રીતે ‌થયુ‌ તેની ચર્ચા ‌કરવાની‌ સાથે સાથે રમૂજી મિમ્સ પણ બનાવી રહ્યા છે.                                


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ઇડરના ચોરીવાડમાં ત્રણ દિવસ પહેલા 7 ફેબ્રુઆરીના રોજ ગામના ખેત મજૂર ખેતરમાં પડી રહેલ ટ્રેક્ટર ચાલુ કરી નીકળ્યો હતો. દરમિયાન થોડે આગળ જતાં જ ટ્રેક્ટર પલટી મારી ગયું હતું અને ચાલક રોડ પર પટકાયા બાદ ટ્રેક્ટર પલટી ખાઈને રોડ સાઈડના ખેતરમાં પડ્યું હતું અને પછી ચાલક વગર જ કેપ્સીકમ મરચાના વાવેતરવાળા ખેતરમાં 25 મિનીટ ફર્યું હતું. 


ખેડૂતો તેમજ અન્ય લોકો દ્વારા ટ્રેક્ટરને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો એ એક તબક્કે ટ્રેક્ટર વીજ ડીપીને ટકરાયા બાદ ફરીથી ખેતરમાં ફરતું હતું. ટ્રેક્ટરને ચાલક વગર જ ફરતું જોઇને આસપાસના લોકોએ આ દ્રશ્યને કેમરામાં કેદ કર્યું હતું. આ વીડિયો વાઈરલ થયા બાદ લોકો પણ અચંબિત થઈ ગયા હતા. અંતે આ ચાલક વગર ખેતરમાં દોડતા ટ્રેક્ટરને સાહસિક ખેડૂતે ઉપર ચઢીને, ટ્રેક્ટર બંધ કરી રોક્યું હતું અને ત્યારબાદ ખેતરના માલિકને જાણ કરી હતી.