ઝી ન્યૂઝ/વડોદરા: ZEE 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખનું રાજીનામું લઈ લેવાયું છે. વીડિયો વાયરલ થયા બાદ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા વિરુદ્ધ પ્રદેશ ભાજપે સૌથી મોટી કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે રશ્મિકાંત વસાવાનો શનિવારે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ ચિક્કાર દારૂ પીને લથડિયા ખાતો વીડિયો વાયરલ થયો હતો. રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હાજર હતા તે સમયનો વાયરલ વીડિયોમાં દ્રશ્યો સામે આવ્યા હતા.


શું હતી સમગ્ર ઘટના?
છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામમાં શનિવારે રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ ચિક્કાર દારૂના નશામાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર હાજર હોવા છતાં તેમને અશોભનિય વર્તન કર્યું હતું. એટલું જ નહીં, જાહેરમાં લથડિયા ખાતા જોવા મળ્યા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube