અમદાવાદ : ચોકીદાર શબ્દ એવો છે જે જે દરેકે સાંભળ્યો હશે. ખાસકરીને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોંઢેથી પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં 'ચોદીદાર'ને દારૂ ચઢાવવામાં આવે છે. ગુજરાતનાં નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના આદિવાસી ગામ દેવ મોગરામાં સદીઓથી ચોકીદારની પુજા કરવામાં આવી રહી છે. આ ગામનાં નાગરિક દેવદારવનિયા ચોકીદારની પુજા કરે છે. તેમના અનુસાર તેઓ વર્ષોથી આ ગામની સુરક્ષા કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક લોકોના અનુસાર એક વાર પંડોરી માતા નારાજ થઇને ઘર છોડીને જતા રહ્યા હતા. ત્યાર બાદ રાજા પાંડદેવે તેમને શોધવાનું ચાલુ કર્યું. તેમણે દેવ મોગરા ગામમાં તેમનો ઘોડો રોકી દીધો. માનસિંહે કહ્યું કે, આ સ્થાન લોકો માટે પુજનીય સ્થળ બની ગયું અને ત્યારબાદ અહીં પંડોરી માતાનું એક મંદિર બનાવવામાં આવ્યું. મંદિરથી થોડા અંતરે દેવદારવનિયા ચોકીદારનું મદિર પણ બનાવવામાં આવ્યું છે. 

રાજ્યના કેટલાક જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકસાનની ભીતિ


સ્થાનિક લોકોની માન્યતા છે કે દેવદરવનિયા ચોકીદાર માતા અને અમારી રક્ષા કરે છે. જે ભક્ત પંડોરી માતાની પુજા કરવા માટે આવે છે તે તેમણે પહેલા ચોકીદારના મંદિરે જવુ પડે છે. આખુ વર્ષ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા રહે છે. દિવાળી અને નવરાત્રી દરમિયાન અહી મેળો ભરાય છે. સૌથી રસપ્રદ બાબત છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ ભક્તો તેને દેશી દારૂ પ્રસાદ તરીકે ચડાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube