આશ્કા જાની/અમદાવાદ: દુધસાગર ડેરી કૌભાંડ મામલે વિપુલ ચૌધરીનું નામ ફરી વિવાદોમાં સપડાયું છે. દૂધસાગર ડેરી કૌભાંડમાં વિપુલ ચૌધરી સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. CID ક્રાઈમે અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં 22 હજાર પાનની ચાર્જશીટ ફાઈલ કરી છે. જેમાં 2200 સાક્ષીઓને દર્શાવવામાં આવી રહ્યા છે સાથે જ 23 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુધસાગર ડેરી કૌભાંડમાં સાગરદાણ કૌભાંડ, પ્રોત્સાહન બોનસની ઉચાપત, હોદ્દા વગર ડેરીની બેઠકમાં હાજરી આપવા સહિતના આરોપ હેઠળ વિપુલ ચૌધરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ ઉચાપતથી મેળવેલી રકમનું રોકાણ જૈનમ ઇન્ડસ્ટ્રીઝ અને જ્વેલરીમાં કરવામાં આવ્યું છે તેવો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે. સૌથી મોટા અપડેટ એ મળી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ કેસમાં ડે ટુ ડે સુનાવણી હાથ ધરવામાં આવશે.


ભાજપના પૂર્વ નગરસેવક દ્વારા લગ્નપ્રસંગે ફાયરિંગ કરતાં વિવાદ, કાયદાના લીરેલીરા ઉડાડ્યા, સોશ્યિલ મીડિયામાં VIDEO વાયરલ


નોંધનીય છે કે, મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોમાં પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની 80 ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનમૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને 22 કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં સી.આઇ.ડી.એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી. 


એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કોર્ટમાં વકીલે જણાવ્યું હતું કે પૂર્વ ચેરમેન વિપુલ ચોધરીએ બોર્ડના અન્ય સભ્યોને વિશ્વાસમાં લીઘા વગર વર્ષ 2013માં મહારાષ્ટ્રમાં સાગરદાણ પશુ આહાર મોકલ્યો હતો. આમ કરી તેમણે ડેરીને 22.50 કરોડનું નુકસાન પહોંચાડયું હોવાનું સહકારી રજિસ્ટ્રારનું તારણ હતું. જેનાં આધારે મહેસાણામાં ફરિયાદ નોંધવામાં આવી હતી.


ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ આજે પ્રભાત ફેરીમાં જોડાયા, કહ્યું; હવેનો સમય દેશ માટે જીવવાનો છે, નહીં તો...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube