Bhupendra Jhala Latest Update : 4 કરોડની ગાડીઓમાં ફરતો, સોનાનો મુગટ સોનાનું મોબાઈલ કવર રાખતા મહાકૌભાંડી ભૂપેન્દ્રિસંહ ઝાલા આખરે પકડાયો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા જે યુવતી સાથે સગાઈ થવાની છે તેના ધર્મના ભાઈના મહેસાણામાં આવેલા ફાર્મહાઉસની એક નાનકડી ઓરડીમાં છુપાયો હતો. છેલ્લા દસ દિવસ તેણે અહીં ડેરો નાંખ્યો હતો. મોડી રાત સુધી તેની પૂછપરછ થઈ હતી, ત્યારે ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં મહત્વના ખુલાસા થયા છે. પણ, કૌભાંડી ઠગની હાલત એવી થઈ ગઈ છે કે, ઔડીમાં ફરનારે દસ દિવસ નાનકડા ઓરડીમાં, એ પણ ગંદા ગાદલા વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યુ હતું. પાપ આખરે છાપરે પોકારે છે તેવી સ્થિતિ તેની જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડી રાત સુધી થઈ કૌભાંડીની પૂછપરછ
બી ઝેડ કૌભાંડમાં ઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ મોડી રાત સુધી તેની પૂછપરછ કરાઈ હતી. ડિઆઈજી પરિક્ષીતા રાઠોડ, એસપી હિમાંશુ વર્મા સહીત અધિકારીઓએ કડક પૂછપરછ કરી હતી. તેના સંપર્કમાં રહેલા એજન્ટો અને પિતાનાં સંપર્ક બાબતે પ્રશ્નો પૂછાયા હતા. તો ભુપેન્દ્રસિંહે લોકો પાસેથી લીધેલા નાણાંના રોકાણ અને વિગતો બાબતે કરી તપાસ કરાઈ. નાણાંનું રોકાણ ક્યાં થયું અને લોકોને વ્યાજ ચૂકવવા સહિતની બાબતો પર સવાલો કરાયા હતા. મોડી રાત્રે પૂછપરછ બાદ કસ્ટડીમાં સેક્ટર ૭ પોલીસ મથકમાં મોકલી અપાયો હતો. 


 



જૂની ઓરડીમાં બધો નવો સામાન લાવવામાં આવ્યો 
BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલામાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યાં છે. ભૂપેન્દ્ર ઝાલાએ જે ફાર્મ હાઉસની જે નાનકડી ઓરડીમાં આશ્રય લીધો હતો, ત્યાંથી ખાલી દારૂની બોટલ પણ મળી આવી છે. સ્થળની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે અહીંયા રાત્રે દરમિયાન પાર્ટી પણ યોજાઈ હોઈ શકે છે. ફાર્મ હાઉસના અંદર ના દ્રશ્યો જોતા ભુપેન્દ્ર ઝાલા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ટીવી, ઈન્ટરનેટ સુવા માટે ખાસ વ્યવસ્થા અને બહાર નવાબી બેઠક જોવા મળી. ફાર્મ પર વાઈફાઈની સુવિધા, નવું ટીવી, નવું ફ્રીજ બે બેડ સમગ્ર આ વસ્તુઓ નવી જ રૂમમાં જોવા મળી. જે ખાસ મંગાવવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાયું. દવાડા કિરણસિંહ ના ફાર્મ હાઉસ ઉપર ભુપેન્દ્ર ઝાલા 10 દિવસ રોકાયો હતો. ત્રણ તબક્કામાં ભુપેન્દ્ર ઝાલા 10 દિવસ જેટલો સમય ફાર્મમાં રોકાયો હતો. 


ગુજરાતના મુખ્યમંત્રીને સીધી કરી શકાશે ફરિયાદ, બોલવાથી સીધો મેસેજ પહોંચી જશે


કેવી રીતે પકડાયો કૌભાંડી 
કૌભાંડી ઝાલાને પકડવા સીઆઇડી ક્રાઈમે ચાર દિવસથી મહેસાણામાં કેમ્પ કર્યો હતો. ચાર દિવસ દરમ્યાન સીઆઇડી ક્રાઈમે વેશ પલટો કર્યો હતો. સીઆઇડી ક્રાઈમે વેશ પલટો કરી ભુપેન્દ્ર ઝાલા ની સાથે કિરણસિંહને દબોચ્યો છે. કિરણસિંહનો વારંવારનો સંપર્ક ભુપેન્દ્ર ઝાલાના મળતીયાઓ સાથે હતો. આમ, કિરણસિંહના સંપર્કે સીઆઇડી ક્રાઈમને ભુપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડ્યો હતો. 


 


ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી