ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યભરમાં આંગડિયા પેઢીમાં CID ક્રાઈમના દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં બીજા દિવસે પણ આંગડિયા પેઢીઓ પર CID ક્રાઈમના દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયા રોકડા, એક કિલો સોનું અને પોણા કરોડ રૂપિયાની વિદેશી ચલણી નોટો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. હવે આ કેસની તપાસમાં ED અને ITની ટીમ પણ જોડાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસાની શરૂઆત પહેલા શું ગુજરાતમાં આવશે આ મોટો ખતરો? અંબાલાલે કરી ખતરનાક આગાહી


આંગડિયા પેઢીમાં ફેંક એકાઉન્ટને લઈને ફરિયાદ થઈ હતી. જે મામલે RTGS દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી થઈ હતી. આ આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ 25 જગ્યા ઉપર 40 લોકોની CID ક્રાઇમની ટીમે સર્ચ કરીને 10 કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આજે બીજા દિવસે પણ આ કાર્યવાહી ચાલું રહી હતી. જેમાં છેલ્લા 24 કલાકથી CID ક્રાઈમની રાજ્યભરના આંગડિયા પેઢી પર રેડની કામગીરી ચાલું રાખી હતી. હવે આ કેસમાં CID ક્રાઈમની તપાસમાં ઇન્કમટેક્સ અને ED પણ જોડાઈ છે. આજે બીજા દિવસની રેડમાં ગેરકાયદેસર 15 કરોડ રોકડા, 75 લાખ વિદેશી ચલણી અને એક કિલો સોનું કબજે કર્યું છે.


માથાભારે વહુએ ભારે કરી! સાસુ પર મરચું છાંટી પકડી રાખી, વેવાણે કટરથી ગળું કાપ્યું!


અમદાવાદનાં સી.જી રોડ પરનાં પ્રાઈમ આંગડિયામાંથી 5 કરોડ, H.M આંગડિયામાંથી 8 કરોડ અને P.M આંગડિયામાં 2 કરોડ કબજે કર્યા હોવાની વાત સામે આવી છે. કુલ 12 આંગડિયા પેઢી હિસાબી વ્યવહાર, મોબાઈલ, કોમ્પ્યુટર સહિતના જરૂરી દસ્તાવેજ કબજે કર્યા છે. RTGS દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી થઈ હતી. આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ દરોડા પાડવામાં આવ્યા હતા. 25 જગ્યા ઉપર 40 લોકોની ટીમે દરોડા પાડ્યા હતા. 


ચૂંટણી પૂરી થતાં જ દમણમાં ભાજપના નેતાની કરપીણ હત્યા! ભાઈએ જ ભાઈનું ઢીમ ઢાળ્યું!


ગુજરાતમાં ગેરકાયદેસર નાણાંકીય હેરાફેરી દ્વારા હવાલા કરનારા આંગડિયા પેઢી પર CID ક્રાઈમે સપાટો બોલાવી દીધો છે. ફેંક એકાઉન્ટને લઈને ફરિયાદ થઈ હતી. જેમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે.