ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ-ગાંધીનગરમાં હોટલ અને સ્પામાં દેહવ્યાપારની પ્રવૃતિ થઇ રહ્યાની ગુજરાત CIDને ફરિયાદ મળી હતી. જે આધારે અમદાવાદ અને ગાંધીનગરના જુદા-જુદા સ્પા તેમજ હોટલોમાં દેહ વ્યાપારની પ્રવૃતિને ધ્યાને રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરોડાની કાર્યવાહીમાં ચોકાવનારી બાબતો સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઇ 30/07/2024 ના રોજ સી.આઇ.ડી.ક્રાઇમને મળેલ ફરિયાદ ના આધારે અમદાવાદ તથા ગાંધીનગર ખાતે સ્પા તેમજ હોટલોની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર સી.આઇ.ડી.ક્રાઇમના અધિકારીઓની અલગ-અલગ ટીમો બનાવી 35 જેટલા સ્પા તેમજ હોટલ ઉપર ડમી ગ્રાહક મોકલી પંચો સાથે રેઇડ કરેલ, જેમાં સ્પા/હોટલના માલિક/મેનેજર તથા દલાલો પોતાના આર્થિક ફાયદા સારૂ ભારત તેમજ વિદેશી મહિલાઓની મારફતે  દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો. 


ક્યાં ક્યાં સ્પા અને હોટેલમાંથી દેહ વ્યાપાર ઝડપાયો?


(૧) અર્બન એકવા સ્પા. સરગાસન ચાર રસ્તા, ગાંધીનગર 
(૨) ગેલેક્ષી સ્પા ત્રીજો માળ, ટાઇમ સ્વેકર્સ ગ્રાન્ડ સિંધુભવન રોડ, બોડકદેવ, અમદાવાદ 
(૩) માહેરા સ્પા. શ્રેયા અલમગા કોમ્પલેક્ષ એવલોન હોટલની સામે થલતેજ, અમદાવાદ 
(૪) વિવાન્તા સ્પા, ગ્રાન્ડ ફ્લોર ૧૪૫ કોમ્પ્લેક્ષ, ભાગવત વિદ્યાપીઠ સોલા, અમદાવાદ 
(૫) માહેરા સ્પા. ૧૧૯, પહેલો માળ ઇસ્કોન ચાર રસ્તા, સિવાલીક સીલ, અમદાવાદ 
(૬) હોટલ પ્રગતી ગ્રાન્ડ, ઝાયડસ હોસ્પિટલ ની પાસે, અમદાવાદ 
(૭) હોટલ આઇલેન્ડ પાર્ક, ચોથો માળ, પટેલ એવન્યુ, ગુરુદ્વારા નજીક થલતેજ, અમદાવાદ 
(૮) ન્યુ કમ્ફર્ટ ઇન, ચોથો માળ સિગ્મા લીગશી કોમ્લેક્ષ પાંજરા પોળ, આંબાવાળી, અમદાવાદ 
(૯) હોટેલ રમાડા, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 
(૧૦) મારૂતિ હોટેલ, સિટી ગોલ્ડ, થિયેટરની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ 
(૧૧) હિલલોક હોટલ 
(૧૨) હિલલોક હોટલ જુડાલ સર્કલ 
(13) સાગર એપાર્ટમેન્ટ 


દરોડામાં ક્યાં ક્યાં દેશની યુવતીઓ મળી આવી? 
ફિલિપાઇન્સ, યુગાન્ડા, થાઇલેન્ડ, તશ્કેનઅજબેકિસ્ત, ઉઝબેકિસ્તાનની યુવતીઓ મળી આવી છે. 


દરોડામાં કોણ કોણ મળી આવ્યું છે
સ્પામાં દરોડા દરમિયાન 44 યુવતીઓ પણ મળી આવી હતી. જેમાં એક ગર્ભવતી, એક ટ્રાન્સજેન્ડર, એક સિમેઇલ હોવાનું સામે આવ્યું છે. દેહવ્યાપારમાં ઝડપાયેલી યુવતીઓ ભારતના અલગ અલગ રાજ્યની રૂપલલના હોવાનું પણ સામે આવ્યું છે, સાથે જ દરોડા દરમિયાન 17 ગ્રાહકો પણ મળી આવ્યા છે. 


કઈ કઈ કલમ હેઠળ ફરિયાદ નોંધી?
હોટલ અને સ્પામાં ચાલતા દેહ વ્યાપારની પ્રવૃતિ લઈને આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એકટ કલમ-૩, ૪, ૫, ૭ તથા BNS એક્ટ કલમ-૧૪૩ મુજબ ૧૩ ફરિયાદ નોંધી છે. સાથે જ ધ ફોરેનર્સ એક્ટ- ૧૯૪૫ની કલમ-૧૪ મુજબ- 06 ફરિયાદ નોંઘી છે, સાથે જ પ્રોહિબિશન એટલે કે દારૂની મહેફિલ એક્ટ કલમ-૬૫ મુજબ 03 ફરિયાદ નોંધી છે. આમ આખા દરોડાની કાર્યવાહીમાં કુલ-૨૨ જેટલા ગુના દાખલ કરી કુલ-૪૨ જેટલા આરોપીઓની ધરપકડક કરી છે.  


સીઆઈડીની દરોડાની કાર્યવાહીમાં વિદેશી યુવતીઓ સાથે સાથે ટ્રાન્સજેન્ડર, સિમેઇલ મળી આવતા અમદાવાદ અને ગાંધીનગરના સેક્સના શોખીનના ટેસ્ટ બદલાયા નું દેખાય રહ્યું છે.