Gujarat Paper Leak ગૌરવ પટેલ/અમદાવાદ : જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક બાદ પરીક્ષાર્થીઓ રોષમાં ફાટી નીકળ્યો છે. ત્યારે આ રોષ ગમે ત્યારે જ્વાળા બની શકે છે તેવી સરકારને શંકા છે. તેથી ગાંધીનગર ઉપવાસ છાવણી પર સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ, પરીક્ષાર્થીઓ ગાંધીનગર તરફ કૂચ કરશે તેવી માહિતી છે. આ કારણે ગાંધીનગરમાં 100થી વધુ પોલીસ કર્મચારી, 20થી વધુ પોલીસ વાહનો ખડકાયા છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, ગઇ કાલે ફરી વાર પેપર ફુટ્યું છે. ગુજરાતના સામાન્ય ઘરમાંથી આવતા યુવક યુવતીઓનાં નસીબ ફુટ્યા છે. ભાજપની ભરોસાની સરકારે ૨૨ મો પાડો જણ્યો છે. સરકાર શ્વેત પત્ર બહાર પાડે કે સરકારમાં કેટલા પેપરલીક થયા છે. કેટલા ગુના દાખલ થયા કેટલા આરોપીઓ પકડાયા કેટલા ખટલા ચાલ્યા અને કેટલાનુ પીલ્લુ વાળી દીધું. અમારી જાણ પ્રમાણે કોઇ આવા કેસનાં કેસમાં કન્વીકેટ થયું નથી. કમલમ અને ગાંધીનગર બેઠેલા એકેય સામે કાર્યવાહી થઇ નથી. એક વર્ષમાં ડેઝીગ્નેટેડ કોર્ટમાં સ્પીડ ટ્રાયલ ચાલે અને જવાબદાર ને જેલમાં ધકેલાય છે. કૌભાંડીઓને ખાતરી છે કે ગુજરાતના શાસનમાં તેમને કંઇ થવાનું નથી. પીએમ મોદીએ ચૂંટણીમાં ઘણો પ્રચાર કર્યો પણ ક્યાંય પેપર ન ફુટવાની ખાતરી આપી ન હતી. હજુ સુધી રાજ્યના મુખ્યમંત્રીએ મગનું નામ મરી નથી પાડ્યું. નાની માછલીઓને પકડીને તપાસ પૂર્ણ થઈ જાય છે..ગાંધીનગરના મોટા માથાઓ કોઈ દિવસ પકડાતા નથી. 


આ પણ વાંચો : 


રાજકોટમાં હાર્ટએટેકથી 2 યુવકના મોત : એકનું ક્રિકેટ અને બીજાનું ફૂટબોલ રમતા મોત થયું
 
તો બીજી તરફ, પેપર લીક મામલે NSUI રાજ્યવ્યાપી વિરોધ કરવાના મૂડમાં છે. વિવિધ જિલ્લામાં NSUIના કાર્યકરો, હોદ્દેદારો વિરોધ કરી રહ્યાં છે. તમામ જિલ્લાના મથકે NSUI વિરોધ નોંધાવશે. 30 દિવસમાં ફરી પરીક્ષા લેવાની NSUIની માંગ છે. NSUI એ કહ્યું કે, પરીક્ષા લેવામાં નિષ્ફળ રહેલ સરકાર રાજીનામું આ. હવે પરીક્ષા ગૌણ સેવા નહીં પણ GPSC લે તેવી માગ કરી છે. 


હત્વનું છે કે ઉપવાસ છાવણી સેક્ટર-6ની આજુબાજુના વિસ્તારોમાં રીડીંગ લાઈબ્રેરીની સંખ્યા વધારે હોવાથી ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા પછી પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે ગુજરાત એટીએસએ 406, 420 409 અને 120 બી હેઠળ ગુનો નોંધ્યો છે. ગુજરાતના 6 લોકો સહિત 17 શખ્સોની ધરપકડ કરાઈ છે. તો ગુજરાત એટીએસની ટીમે પેપર ફોડનાર જીત નાયકની પણ હૈદરાબાદથી ધરપકડ કરી લીધી છે. વહેલી સવારે જીત નાયકને ગુજરાત એટીએસ ખાતે લવાયો હતો. હૈદરાબાદથી ગુજરાત એટીએસની ટીમ લઈને આવી છે. 


આ પણ વાંચો : 


ગુજરાત પોલીસને પેપરલીકની લીંક આ રીતે મળી, પ્રદીપની એક ભૂલથી ડ્રાઈવરને ગઈ શંકા


પેપરલીકમાં પ્રિન્ટીંગ પ્રેસ પર ઠીકરું ફોડાયું, પણ સરકાર કેમ છાવરે છે પંચાયત મંડળને?


જુનિયર ક્લર્ક પરીક્ષાનું પેપર લીક કરનારા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. વડોદરાની કોર્ટમાં તમામ આરોપીઓને રજૂ કરાશે. પેપરલીકના 16 આરોપીઓને  કોર્ટમાં રજૂ કરાશે. પેપરલીક કાંડની તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે. 9 લાખથી વધુ યુવાનોની મહેનત પર પાણી ફેરવનારા 17 આરોપીઓને એટીએસે ઝડપી પાડ્યા છે. જેમાંથી પાંચ આરોપીઓ ગુજરાતનાં અને 11 આરોપીઓ અન્ય રાજ્યોનાં છે. સમગ્ર પેપરલીક કાંડમાં ચાર જૂથ સક્રિય હોવાનું સામે આવ્યું છે. જેમાં પેપર લાવનારા, ગુજરાત પહોંચાડનારા અને પેપર ઉમદવારોને વેચનારાઓનો સમાવેશ થાય છે. આરોપીઓ ગુજરાત ઉપરાંત બિહાર અને ઓડિશાની ગેંગના છે. મોટાભાગનાં આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત છે. 


આ પણ વાંચો : હું, તું અને રતનિયો જેવી પોલીસ તપાસ : વચેટિયાની ધરપકડ, ઉમેદવારોના 200 કરોડ સ્વાહા