ઝી બ્યુરો/સુરત: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક દુર્ઘટના બની છે. સુરત એરપોર્ટ પર CISF સેલના જવાન કિશનસિંહે ગોળી મારી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. એરપોર્ટના બાથરૂમમાં જઇ પોતાની બંદૂક વડે CISF જવાને પોતાના પેટના ભાગે ગોળી મારી જીવન ટૂંકાવ્યું છે. વર્ષ 2022માં સુરત એરપોર્ટ પર ફરજ નિભાવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ જવાનના હજું ગયા વર્ષે લગ્ન થયા હતા. CISF સેલના જવાને કિશનસિંહ મૂળ રાજસ્થાનના જયપુરના વતની હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાનને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા જવાન કિશનસિંહે બાથરૂમમાં જઈ પોતાની સર્વિસ બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. ગોળીની અવાજે બાકીના CISF જવાનો બાથરૂમ તરફ દોડ્યા હતા. પરંતુ બાથરૂમનો દરવાજો ખૂલ્યો નહોતો, જેના કારણે CISFના અન્ય જવાનો બાથરૂમના છત પરથી બાથરૂમમાં અંદર ઘૂસ્યા હતા. ત્યારે કિશન સિંહ જીવિત હતા, પરંતુ હોસ્પિટલમાં લઈ જાતા સમયે તેઓનું મોત થયું. એરપોર્ટના બાથરૂમમાં બનેલી આ ઘટનાથી એક સમયે દોડધામ મચી હતી. 


વધુ સારવાર મળે એ પહેલાં જ તેમનું મોત
આજે બપોરે પોતાના સાથી કર્મચારી CISF જવાન સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે સામાન્ય હતા. પરંતુ અચાનક તેઓ એરપોર્ટના બાથરૂમમાં ગયા અને પોતાની બંદૂકથી પોતાને ગોળી માર લીધી હતી. ત્યારબાદ જવાનને તાત્કાલિક જવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં વધુ સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.


મૃતક જવાનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
કિશન સિંહ 2022માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા. તેઓએ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. એક વર્ષ પહેલા તેમની લગ્ન થયા હતા. તે મૂળ રાજસ્થાનના નિવાસી હતા.