અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાત સરકારને જાણે કોઇ પડી જ ન હોય તે પ્રકારે સાવ નિષ્ક્રિય બની ગઇ છે. હોસ્પિટલોમાં જગ્યા નથી, કોઇ જગ્યાએ વેન્ટિલેટર ઉપલબ્ધ નથી, કોઇ પણ જગ્યાએ ઓક્સિજન કે યોગ્ય વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી. સરકાર સબ સલામત હોવાનાં દાવા કરી રહી છે. મૃત્યુઆંક અને પોઝિટિવ આવનારાઓની સંખ્યામાં ઢાંકપીછોડા કરી રહી છે. જો કે લોકોમાં હવે ધીરે ધીરે જાગૃતિ આવી રહી છે. સરકારની નિષ્ફળતાઓ અંગે લોકોમાં રોષ અને આક્રોષ પણ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rajkot: કોરોનાકાળમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, જાણો કઈ રીતે ચાલતું હતું કૌભાંડ


આ આક્રોષને જાણે હાઇકોર્ટ વાચા આપતી હોય તે પ્રકારે સરકારની ઝાટકણી કાઢે છે. હાઇકોર્ટ દ્વારા આજે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું કે, સરકાર સાચા અને પારદર્શી આંકડા જાહેર કરે. લોકોમાં સરકાર ધીરે ધીરે પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે. લોકોમાં વિશ્વાસ સંપાદિત થાય તે રીતે પારદર્શિતાથી સરકાર આંકડા જાહેર કરે તે ખુબ જ જરૂરી બન્યું છે. સરકારના જવાબદાર અધિકારી કે નેતા રોજ પ્રજાને કોરોનાની સ્થિતિ વિશે સાચી માહિતી જણાવે. પોતે લોકોનાં સેવક છે તે પ્રકારે વર્તન કરે. તેઓ મહારાજા હોય તે પ્રકારે આવી સ્થિતીમાં પણ લોકોને તોછડા જવાબો આપી રહ્યા છે. 


કોરોનાની ચેન તોડવા ગુજરાતમાં ક્યાં ક્યાં છે સ્વૈચ્છિક લોકડાઉન, સ્વયંભૂ બંધ, એક ક્લિક પર જાણો


હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધિ બાબતે રિયલ ટાઈમ સાચી માહિતી મળી રહે તેવુ વેબ પોર્ટલ રાજ્ય સરકાર બનાવે તે ખુબ જ જરૂરી છે. તત્કાલ સરકાર આ અંગેનું પોર્ટલ બનાવે. રાજ્ય સરકારના અંકુશમાં આ પોર્ટલ પર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે તે ખુબ જ જરૂરી છે. ઓક્સિજન અને રેમ્ડેસિવિરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થાય એ માટે પગલા લેવા કોર્ટનો સરકારને આદેશ આપ્યો છે. 19 એપ્રિલ સુધીમાં આ વ્યવસ્થા સુનિશ્ચિત કરી કોર્ટનો સોગંધનામા પર જણાવવા કોર્ટે હુકમ કર્યો છે. 20 એપ્રિલે વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube