વડોદરા : ટીડીઓની બદલીને લઈને ગ્રામજનો રોષે ભરાયા હતા. વાઘોડિયાના સરપંચોએ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી છે. કાજલ અંબાલીયાની બદલી રોકવા માટે સરપંચો આગળ આવ્યા છે. TDOએ ગામના વિકાસ માટે નિર્ણય લીધા તે બદલ ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. દરેક અધિકારીએ લોકપ્રિય રહેવાની રાજેન્દ્ર ત્રિવેદીએ ટકોર કરી હતી. તલાટી કૌભાંડમાં ટીડીઓ દ્વારા આકરી તપાસ ચલાવવામાં આવી હતી. વાઘોડિયા તાલુકામાં તલાટીઓ દ્વારા 71 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આછરવામાં આવ્યો હતો. ટીડીઓની બદલી રોકાય તે માટે રાજેન્દ્ર ત્રિવેદી બ્રિજેશ મીરજાને રજુઆત કરવા માટેની બાંહેધરી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં પોલીસ વર્ષોજુની ભુલી ગયેલી પ્રથાને ફરી એકવાર શરૂ કરી, પોલીસ ઢોલ અને નગારા સાથે


વડોદરાના વાઘોડિયા તાલુકામાં તાજેતરમાં જ તલાટીઓ દ્વારા બોગસ એજન્સીના નામે ૭૧.૫૮ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં હતો. જે કૌભાંડ બહાર પાડવા ઉપરાંત તેની નિષ્પક્ષ તપાસ કરીને તેમને જેલના સળીયા પાછળ ધકેલનાર વાઘોડિયાના તાલુકા વિકાસ અધિકારી કાજલ અંબાલીયા હતા. એટલું જ નહીં તાલુકા વિકાસ અધિકારી દ્વારા વાઘોડિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. તેને તોડી પાડી ગ્રામજનોના દિલમાં વસી ગયા છે. વાઘોડિયાના તાલુકા વિકાસ અધિકારી કાજલ અંબાલીયા તાત્કાલિક અસરથી માત્ર ચાર મહિનામાં જ બદલી કરી નાખવામાં આવી છે. 


CM ની હાજરીમાં આણંદમાં મહિલાઓના બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ બાબતે મહાઅભિયાનની શરૂઆત


જેનો વિરોધ વાઘોડિયાના સરપંચો તેમજ ગ્રામજનો કરી રહયા છે, ત્યારે આ સમગ્ર મામલો વડોદરાના રહેવાસી અને ગુજરાત સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી વાઘોડિયા તાલુકામાં વિકાસની ગાથા યથાવત રહે અને સારા એવા તાલુકા વિકાસ અધિકારી કાજલ અંબાલીયા વાઘોડિયા તાલુકામાં યથાવત્ત રહે તે માટે આ બદલી રોકવાની રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં આવનારા સમયની અંદર બદલીઓ કરવામાં નહીં આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સરપંચો ચૂંટણી બહિષ્કાર કરશે અને ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


મિત્રએ યુવતીને ભરપુર દારૂ પીવડાવ્યો અને કહ્યું હવે તને જીવન અને જવાનીનો સાચો આનંદ આપવા માંગુ છું અને...


સમગ્ર બાબતે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અધિકારી હોય તેને પ્રિય રહેવું જ પડે અને જે લોકો એ ખોટું કામ કર્યું છે તે લોકોને સજા જરૂર મળશે. કારણ કે ગુજરાત સરકાર હવે ભ્રષ્ટાચારને સાખીલે એમ નથી ત્યારે આવનારા સમયમાં 28 તલાટીઓ ઉપર ક્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે જોવાનું રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube