AMC ની મુલાકાતે આવનારા નાગરિકોએ પણ ચુકવવી પડી શકે છે પાર્કિંગ ફી
મોલ મલ્ટીપ્લેક્ષની જેમ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતા મુલાકાતીઓએ પણ પાર્કિંગ ફી ચૂકવવી પડી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરરોજ સર્જાતી પાર્કિંગની સમસ્યાના હલ લાવવાના હેતુથી ભાજપના શાસકોએ આ વિચારણા શરૂ કરી છે. સાપ્તાહીક કારોબારી સમિતીની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : મોલ મલ્ટીપ્લેક્ષની જેમ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતા મુલાકાતીઓએ પણ પાર્કિંગ ફી ચૂકવવી પડી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરરોજ સર્જાતી પાર્કિંગની સમસ્યાના હલ લાવવાના હેતુથી ભાજપના શાસકોએ આ વિચારણા શરૂ કરી છે. સાપ્તાહીક કારોબારી સમિતીની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
48 જેટલા ગુના આચરનાર વ્યક્તિની પત્નીના પ્રેમમાં પડ્યો બોપલનો યુવક અને...
નોંધનીય છેકે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વાહનો પાર્ક કરવાની ગંભીર સમસ્યા દરરોજ સર્જાતી રહે છે. કેટલીયવાર તો મેયર અને કમિશ્નરની ગાડીઓને પણ પ્રવેશ કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારે આ બાબતે તપાસ કરતા ધ્યાને આવ્યુ છેકે કોર્પોરેશન પ્રાંગણમાં કેટલાય લોકો એવા છે કે આસપાસના વિસ્તારમાં કામ અર્થે અથવા તો પાનકોર નાકા તરફ ખરીદી કરવા આવતા લોકો પણ પોતાના વાહનો કલાકો સુધી AMCમાં પાર્ક કરી દે છે.
વડોદરા: ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવા જતા MGVCL નાં કર્મચારીનું કરંટ લાગતા મોત
જેના કારણે અધિકારીઓ અને પદાધીકારીઓની ગાડીઓ પાર્ક થઇ શકતી નથી. ત્યારે આ મામલે આજે કારોબારી સમિતીમાં વિચારણા કરાઇ. જેમાં AMCમાં નિયમીત કામ અર્થે આવતા અધિકારીઓ, પદાધીકારીઓ અને પત્રકારનો નિયત સ્ટિકર અથવા તો ઓળખપત્ર આપવામાં આવશે. જ્યારે કોઇ કામ અર્થે AMC આવતા અરજદારને પ્રથમ 1 કલાક સુધી વાહન વિનામૂલ્યે મૂકવા દેવામાં આવશે. જે બાદ નક્કી કરવામાં આવનાર દર મૂજબ પાર્કિગ ફી લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube