ગાંધીનગર : મુખ્યમંત્રી વિક્રમ સંવત ૨૦૭૮ ના નૂતન વર્ષ પ્રારંભે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે અને નાગરિકો સાથે મુલાકાત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અમદાવાદ ગાંધીનગરનાં વ્યક્તિઓ આમંત્રીત હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભ દિવસે તારીખ ૫ નવેમ્બર ,શુક્રવારે સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ  તેઓ ૦૭:૨૫ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે જશે. મુખ્યમંત્રી   ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.


ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૪૫ થી ૧૧:૪૫ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રી ૧૦:૨૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૫૦ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube