ચેતન પટેલ/સુરત : સુરત શહેરમા આયે દિન એક્સિડન્ટના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં ક્યાંકને ક્યાંક નાના બાળકોને પણ કચડવાનો પ્રયાસ કરાય છે. ત્યારે સુરત સિટી બસ ચાલકને ઘોર બેદરકારી સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત સિટી બસ ચાલકની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ભીમપોરમાં ચિક્કાર દારૂના નશામાં સિટી બસના ચાલકે બસ બાંકડા સાથે અથડાવી દેતા લોકો ભેગા થઈ ગયા હતા. બસના મુસાફરોને ઉતારી બસનો ડ્રાયવર દારૂ પીવા ગયો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. અકસ્માત બાદ સીટ નીચે પણ લોકોને દેશી દારૂની પોટલી મળી આવી હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. છેલ્લા 10 દિવસમાં 5 અકસ્માત પછી પણ સિટી બસના ચાલકો પોતાની ગંદી આદતોમાંથી બહાર ન આવ્યા હોવાનું વધુ એક ઉદાહરણ બહાર આવ્યું છે.


[[{"fid":"201981","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BusAccidentSurat.jpg","field_file_image_title_text[und][0][value]":"BusAccidentSurat.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BusAccidentSurat.jpg","field_file_image_title_text[und][0][value]":"BusAccidentSurat.jpg"}},"link_text":false,"attributes":{"alt":"BusAccidentSurat.jpg","title":"BusAccidentSurat.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 15 દિવસમાં અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નિપજી ચૂક્યા છે. અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામા નહિ આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 


હાલમાં જ તંત્ર દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા કે, અમે બસ ધીરેથી હાંકીશું. પરંતુ તેની કોઈ અસર કોઈ જ ડ્રાઈવરો પર દેખાઈ નથી રહી.