અમદાવાદ : ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ શહેર પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ છોડીને સંજય શ્રીવાસ્તવને સોંપ્યો હતો. આજથી સંજય શ્રીવાસ્તવે શહેર પોલીસ કમિશ્નર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો અને લોકોને તેમની પાસે નહી પણ તેઓ અને તેમની પોલીસ લોકો પાસે જઇને કામ થાય તેવું જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: ફેસબુકમાં મિત્રતા કેળવાઇ અને હોટલમાં મળવાનું નક્કી અને પછી...

રાજ્યમાં પોલીસ વડા આશિષ ભાટિયાએ વિધિવત્ત રીતે નવનિયુક્ત સંજય શ્રીવાસ્તવને શહેર પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપ્યો છે. ભાટિયાએ રાજ્ય વ્યાપી મિસિંગ ચાઇલ્ડની એક્ટિવિટી ઉપર કામગીરી કરવાની તૈયારી બતાવી છે. આ સાથે ક્રાઇમ કંટ્રોલ, ત્રાસવાદ તથા સ્લિપર સેલ જેવી બાબતોને પ્રાધન્ય આપવાની વાત રાજ્ય પોલીસ વડાએ આજે કરી હતી. ઉપરાંત પૂર્વ ડીજીપી શિવાનંદ ઝા દ્વારા જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા તે તમામ પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવશે. આગામી સમયમાં ગુજરાત પોલીસને અલગ મુકામે પહોંચાડવાના હેતુ સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પોતાની કામગીરીની શરૂઆત કરશે. 


સુરેન્દ્રનગર: પુનાથી મોરબી જઇ રહેલો યુવાન કાળનો કોળીયો બન્યો, કેનાલમાં ડુબી જતા મોત

ચાર્જ લેતાની સાથે જ હવે અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ મળ્યા છે. સ્વભાવે શાંત પ્રકૃતિ અને લો પ્રોફાઇલ રહેવાની છબી ધરાવે છે. સાથે જ કડક અધિકારીની છાપ પણ તેઓ ધરાવે છે.આ ઉપરાંત લો એન્ડ ઓર્ડરની ભુમિકા પર કામ કરવાની અગ્રીમતા તેમની રહે તેવી શક્યતા છે. લોકોને તેમની પાસે નહી પણ તેઓ તેમની પોલીસ લોકો પાસે જઇને કામ કરશે તેવી તૈયારી દર્શાવી હતી. હવે પોલીસ સર્વ ટુ સિક્યોર પદ્ધતિ અપનાવી પોલીસ કામ કરશે તેવી બાંયધરી પણ સંજય શ્રીવાસ્તવે આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube