નચિકેત મહેતા/નડિયાદ: શહેરમાં કેટલાક દિવસોથી જોવા મળી રહેલા અલગ જ પ્રકારના ફ્લૂને કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ફેબ્રુઆરી માસ દરમિયાન નડિયાદ સિવિલw હોસ્પિટલમાં 564 શરદી ખાંસીના કેસ નોંધાયા હતા, પરંતુ માર્ચ મહિનાની શરૂઆતના 12 જ દિવસમાં દર્દીઓનો આંક 360 ઉપર પહોંચી ગયો છે. વળી સિવિલ હોસ્પિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે, જેના કારણે નડિયાદ શહેરમાં 1 હજાર કરતા વધુ લોકો હાલ આ બીમારીમાં સપડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના માણેકચોકની શાન બગાડી, હવે ત્યાં જતા પહેલા સો વાર વિચારજો, આવું થઈ ગયું


સામાન્ય રીતે રૂતુ બદલાય એટલે સિઝનલ બીમારીના કેસો સામે આવતા હોય છે. અગાઉ વાયરલ કેસોમાં દર્દી સામાન્ય રીતે 4-5 દિવસમાં સાજા થઈ જતા હતા. પણ હાલમાં જે વાયરલ કેસો જોવા મળી રહ્યા છે, તેમાં શરદીઃઉધરસ 30 દિવસ સુધી રહેતા હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. હાલમાં જે કેસો સામે આવી રહ્યા છે તેમાંથી 60 થી 70 ટકા કૈસ વાયરલ છે. જેમાં દર્દીને તાવ અને દુ:ખાવા જેવી બિમારી તો બે કે ત્રણ દિવસમાં મટી જાય છે. પરંતુ શરદી, ઉધરસ અને કફ ની સમસ્યા મટતી નથી. આ સમસ્યા દર્દીને 25 થી 30 દિવસ સુધી રહેતી હોવાનું જોવા મળ્યું છે.


ઐય્યાશી માટે બાદશાહો રાખતા કેવી વ્યવસ્થા? અનેક સ્ત્રીઓ સાથે કઈ રીતે માણતા શરીર સુખ? 


ભૂતકાળમાં આ પ્રકારની સમસ્યા ઓછી જોવા મળતી હતી. છેલ્લા એકાદ મહિનાથી આવા કેસો વધુ મળી આવતા ડોક્ટરો હવે પ્રિકોશન ના પગલા માટે સલાહ આપી રહ્યા છે. રાજ્ય આ દેશના અન્ય ભાગોમાં H3N2 કેસના તેવા લક્ષણો અહીં પણ ઘણા કેસોમાં જોવા મળ્યા છે. જેથી જો આપણે બીમારી થી બચવું હોય તો કોરાના સમયમાં રાખતા હતા તેવી જ તકેદારી રાખવાની જરૂર છે. 


ગમે તેટલો ગુસ્સો આવ્યો હોય આ 5 વસ્તુ ખાવાથી સુધરી જાય છે મૂડ..