સુરતમાં આપ-ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થયો પથ્થરમારો, કાર્યકર્તા ઘાયલ થયા
Gujarat Elections 2022 : સુરતમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો.. સરથાણાના યોગી ચોકમાં આપની સભા દરમિયાન ખુરશી ઉછળતા થઈ મોટી બબાલ.. વાહનોમાં પણ તોડફોડ થતાં CRPFનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો..
Gujarat Elections 2022 ચેતન પટેલ/સુરત : સુરતમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. બંને પક્ષોએ સામ સામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો થતાં ભાજપના કાર્યકરોને ઈજા પહોંચી હતી. યોગીચોક ખાતે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. સાથે જ CRPF ની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
સરથાણા યોગીચોક પાસે આ ઘટના બની હતી. જેમાં ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. AAP ગુજરાત દ્વારા કિરણ ચોક ખાતે સભાનું આયોજન કરાયુ હતું. જેના બાદ બબાલ થઈ હતી. બબાલ એટલી હદે વધી કે, સમાસામે પથ્થરમારો કરાયો હતો. જેમાં ગાડીના કાચ પણ તૂટ્યા હતા. પથ્થરમારો થતા કેટલાક ભાજપ કાર્યકર ઘાયલ થયા હતા. યોગીચોક ખાતે માહોલ તંગ થતા પોલીસ કાફલો અને BSF ની ટુકડી પણ આવી પહોંચી હતી. હાલ સમગ્ર મામલો કાબૂમાં લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ કામરેજ વિધાનસભાનો મત વિસ્તાર છે. જેમાં ભાજપ તરફથી પ્રફુલ્લ પાનસેરીયાએ ઉમેદવારી કરી છે. તો આપ તરફથી રામ ધડુકે દાવેદારી નોંધાવી છે. ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.