Vadodara News : શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂંક માટે ભાજપ એક્શનમાં આવી ગયું છે. શહેર અને જિલ્લા પ્રમુખો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે. 2 દિવસ સુધી ચૂંટણી નિરીક્ષકો કાર્યકરોને સાંભળશે. પ્રમુખ માટે દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરશે. ત્યારે વડોદરા ભાજપમાં મોટો ડખો સામે આવ્યો છે. વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર માથાકૂટ સામે આવી છે. શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમયે માથાકૂટ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા ભાજપમાં તું તું મેં મેં 
પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટ થવાની ઘટના બની છે. એક તરફ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં બીજી તરફ બંને ભાજપ નેતાઓ જાહેરમાં બાખડી પડ્યા હતા. હર્ષિત તલાટી પર જાહેરમાં કપડા ઉતારીને ભગાવું તેવો આક્ષેપ કરી સુનીતા શુક્લ બાખડ્યા હતા. સુનીતા શુક્લએ હર્ષિત તલાટીને કહ્યું, અમારામાં નૈતિકતા છે કે અમારા કપડા નહીં ઉતરે. મુદ્દો બીચકતા અન્ય નેતાઓએ બંને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. 


કોણ બની શકશે ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખ, ગાઈડલાઈન કરાઈ જાહેર


હર્ષિત તલાટીએ કહ્યું, સુનિતા શુક્લ મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. હું આવું બોલ્યો જ નથી, મને કોઈના ઈશારે બદનામ કરવાનું આ ષડયંત્ર છે. હું પ્રમુખ પદનો છું પ્રબળ દાવેદાર એટલે દાગ લગાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 



કોણે કોણે દાવેદારી કરી 
એક તરફ, વડોદરા શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખની વરણીની પ્રક્રિયા તેજ બની છે. ભાજપ કાર્યાલય પર ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ છે. દાવેદારોએ આજે જ ફોર્મ ભરીને આપવાના રહેશે. શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા 30 થી 35 દાવેદારો મેદાનમાં છે. તો આવતીકાલે નામની ચર્ચા માટે સંકલનની બેઠક મળશે. પ્રમુખ પદ માટે મેહુલ ઝવેરી, જસવંતસિંહ સોલંકી સહિતના ભાજપ નેતાઓએ ફોર્મ ભર્યા છે. જીગર ઈનામદાર અને હર્ષિત તલાટીએ ફોર્મ ભર્યું.


વડોદરા શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખ બનવા આજે દાવેદારો ભાજપ કાર્યાલય પહોચ્યા. કારેલીબાગમાં આવેલ શહેર ભાજપ કાર્યાલય પર અત્યારસુધી 10 દાવેદારોએ ફોર્મ લીધા. શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય પર સવારે 9.30 વાગ્યાથી ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં ભાજપ પ્રમુખ બનવા અંદાજિત 30 થી 35 દાવેદારો મેદાનમાં છે. બપોરે 12.30 સુધી પ્રમુખ પદ માટેના ફોર્મ ભરી શકાશે. આવતીકાલે શહેર અને જિલ્લાના પ્રમુખોના નામની ચર્ચા માટે મોટી સંકલનની બેઠક મળશે. મેહુલ ઝવેરી, જસવંતસિંહ સોલંકી સહિતના ભાજપ નેતાઓએ ફોર્મ લીધા છે. ચૂંટણી અધિકારી ડો સંજય દેસાઈનું નિવેદન, દાવેદારોને આજે જ ફોર્મ ભરીને આપવું પડશે.



ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ અંતર્ગત આજથી સમગ્ર રાજ્યમાં જિલ્લા પ્રમુખોની વરણી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવા પ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાત જેટલી શરતો રાખવામાં આવી છે. જેમાં ફોર્મ ભરનાર ઉમેદવાર ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ન હોવો જોઈએ તેમજ ત્રણ વર્ષથી સક્રિય સભ્ય હોવો જોઈએ, પાર્ટીની સેવા કરી વિવિધ જવાબદારીઓ નિભાવી હોય તેવા કાર્યકરો પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી શકે છે.  


જંત્રી-જંત્રી કરતા બિલ્ડરોને CM ની મોટી સલાહ, આટલુ કરશો તો પ્રોપર્ટી સો ટકા વેચાશે


ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત ગાંધીનગર મહાનગર નવા પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા માટે ઈચ્છુક કાર્યકર્તાએ તે પ્રમુખપદ ની દાવેદારી માટે નીચેના સમય, સ્થળે અને તારીખે તેમજ નીચે શરતોને આધિન રહી ફોર્મ ભરવાનું રહેશે.


પ્રમુખ માટેની દાવેદારી માટે


  • વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચ - સક્રિય સદસ્યતા કાર્ડ - સક્રિય નંબર સાથે જીલ્લા/મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર)

  • જીલ્લા/મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ જોઈએ. (ફરજીયાત)

  • જીલ્લા/મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.

  • પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની)

  • જે જીલ્લા/મહાનગર પ્રમુખ સતત બે ટર્મ જીલ્લા/મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.

  • જીલ્લા/મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે).

  • પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં


મગજ ચકરાવે ચડાવે તેવી ક્રાઈમ સ્ટોરી, વડગામમાં સળગેલી કાર કેસમાં આવ્યો નવો વળાંક