વિમલ ચુડાસમા અને PSI વચ્ચે તૂતૂ-મેમે! કહ્યું; `કાયદા મુજબ નોકરી કરો, BJPનો ખેસ ના પહેરો`
જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્યનું ફોર્મ ભરવા જતી વખતે PSI રોકતા વિમલ ચુડાસમાં પિત્તો ગુમાવ્યો હતો અને કહી દીધું કે પ્રજાનો પ્રતિનિધિ છું. DySP પણ ન રોકી શકે. કાયદા મુજબ નોકરી કરો, BJPનો ખેસ ન પહેરો...
Loksabha Election 2024: ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાં અને PSI વચ્ચે રકઝક થઈ હતી. જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્યનું ફોર્મ ભરવા જતી વખતે PSI રોકતા વિમલ ચુડાસમાં પિત્તો ગુમાવ્યો હતો અને કહી દીધું કે પ્રજાનો પ્રતિનિધિ છું. DySP પણ ન રોકી શકે. કાયદા મુજબ નોકરી કરો, BJPનો ખેસ ન પહેરો...પોલીસ કર્મચારીને વિમલ ચુડાસમાંએ પ્રશ્નો પૂછતા PSI જગ્યા પરથી રવાના થઈ ગયા.
હીરા ભાઈ જોટવાએ નામાંકન પત્ર ભર્યું
જૂનાગઢ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર હીરા ભાઈ જોટવાએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે પોતાનું નામાંકન પત્ર હીરા ભાઈ જોટવાએ રજુ કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર હીરા ભાઈ જોટવા પોતાનું નામાંકન પત્ર ભરે તે પૂર્વે શહેરની દોમડીયા વાડી ખાતે કોંગ્રેસ દ્વારા સભા યોજાઈ હતી.. સભામાં અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન
સભા પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. શહેરના વિવિધ રાજમાર્ગો પરથી આ રેલી પસાર થઇ હતી. રેલીમાં ડી જે ના તાલે કોંગ્રેસ કાર્યકર્તાઓનો ઉત્સાહ અનેરો જ જોવા મળ્યો હતો. બાદમાં નિયમ મુજબ નિર્ધારિત લોકોની હાજરીમાં હીરા ભાઈ જોટવા એ પોતાનું નામાંકન પત્ર કલેક્ટર સમક્ષ રજુ કર્યું હતું. ઉપરાંત રજુઆત પણ કરી હતી કે નિષ્પક્ષ રીતે લોકસભા ચૂંટણી યોજાઈ.
આ વખતે લોકોનો પૂર્ણ સહકાર મળી રહ્યો!
કોંગ્રેસ ઉમેદવાર એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ વખતે લોકોનો પૂર્ણ સહકાર તેમને મળી રહ્યો છે..જૂનાગઢની જનતા પાછલા વર્ષોમાં બહુ ત્રસ્ત થઇ છે ત્યારે આ વખતે જરૂર પરિવર્તન જોવા મળશે. ભાજપ દરેક પાસે મોદીના નામે મત માગે છે પરંતુ સ્થાનિક દરેક બાબત લોકો સીધી રીતે મોદી સમક્ષ રજુ કરી શકવાના નથી. હીરા ભાઈ એ પોતાની ભવ્ય જીતનો ભરોષો વ્યક્ત કર્યો હતો.