અમદાવાદ :એશિયાનું સૌથી ફેમસ ગીર જંગલ (Gir forest) માંથી સિંહોના અનેક વીડિયો (Lion video) સામે આવતા રહે છે. લોકોને સિંહોની દરેક ગતિવિધીમાં એટલો રસ હોય છે કે, આ વીડિયો વાયરલ (Viral Video) થતા પણ વાર લાગતી નથી. ત્યારે આવામાં સિંહ અને સિંહણની લડાઈનો રોમાંચક લડાઈનો વીડિયો સામે આવ્યો છે. આમ, તો આ પહેલા પણ સિંહ-સિંહણની લડાઈના વીડિયો આવ્યા છે, પરંતુ મેટિંગ (શારીરિક સંબંધ) માટે સિંહણની પાછળ પડેલા સિંહનો છે. ગીરના જંગલમાં સફારી (Lion safari) ના 10 નંબરના રૂટ પર સોમવારે સવારે પહોંચેલા મુસાફરોને આ અદભૂત લડાઈ જોવાની તક મળી હતી. સિંહ અને સિંહણ વચ્ચેની આ લડાઈ કંઈક ખાસ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનો આ બીચ દેશમાં સૌથી ચોખ્ખો-ચણાક બીચ જાહેર કરાયો


વડોદરા : MSUના કેમ્પસમાં ભર બપોરે પીવાયો દારૂ, પાર્ટી કરતા 2 નબીરા અને એક યુવતી પકડાઈ


શેર કર્યો વીડિયો
આ વીડિયો ઝૂબીન આશરા નામના વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો છે. જેઓએ તેને મીડિયામાં શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આમ તો સિંહ-સિંહણનો મેટિંગ પીરિયડ ચોમાસાનો હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં વિન્ટર સીઝનમાં પણ મેટિંગ થતા હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....