પાટણઃ પાટણ જિલ્લામાં સોશિયલ મીડિયા પર એક ધર્મ વિશેષ વિરુદ્ધ વિવાદિત પોસ્ટના મામલાને લઈને પાછલી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં સાત લોકોને ઈજા પહોંચી છે. બધાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થિતિને કાબૂમાં કરવા માટે બાલિસાના ગામમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બંને પક્ષો વચ્ચે બે દિવસથી ધાર્મિક પોસ્ટને લઈને વિવાદ હતો. પાછલી રાત્રે આ મુદ્દાના સમાધાન માટે બે પક્ષ ભેગા થયા હતા. આ દરમિયાન સ્થિતિ બગડી અને બંને પક્ષમાં સંઘર્ષ થઈ ગયો હતો. બંને પક્ષ તરફથી કુલ 12 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટને લઈને હતો વિવાદ
પાટણ જિલ્લાના બાલિસાના ગામમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક ધાર્મિક પોસ્ટને લઈને વિવાદની સ્થિતિ હતી. 16 જુલાઈએ રાત્રે આ વિવાદનો ઉકેલ લાવવા માટે બંને મસ્જિદની બહાર ભેગા થયા હતા. ત્યારે આપસમાં શરૂ થયેલી દલીલોએ ઝગડાનું સ્વરૂપ લઈ લીધુ. ત્યારબાદ મારપીટ શરૂ થઈ હતી. તેમાં સાત લોકોને ઈજા પહોંચી હતી. માહિતી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. બંને પક્ષ તરફથી ક્રોસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર અને સિવિલ હોસ્પિટલ પાટણ લઈ જવામાં આવ્યા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube