હનિફ ખોખર, જૂનાગઢ: જૂનાગઢના ગળીયાવડમાં મોડીરાત્રે જૂથ અથડામણની ઘટના બની છે. દુકાન ખાલી કરાવવા મુદ્દે તલવાર, છરી સહિતના હથિયારો સાથે મારામારી થઈ હતી. હાલ પરિસ્થતિ કાબૂમાં છે. આ મારામારીમાં મહિલા સહિત 16 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મહિલાઓને પણ સામાન્યથી લઈને ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસે બંને જૂથ સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મળતી માહિતી મુજબ ગામની મસ્જિદમાં આવેલી જમાતની દુકાન ખાલી કરાવવા મુદ્દે બબાલ થઈ હતી. સમાધાન માટે મળેલી બેઠક બાદ આ ઉલ્ટો વિવાદ વધી ગયો અને મારામારી થઈ. મહિલાઓ સહિત 16 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને 108 દ્વારા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 



જૂથ અથડામણની માહિતી મળતા જ સ્થિતિને ગંભીરતાથી લઈને DSP,  DySP સહીતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હોસ્પિટલમાં પણ લોકોના ટોળા ઉમટી પડ્યાં છે.