દેવ ગોસ્વામી, સાબરકાંઠા: હિમતનગરનાં કાણીયોલમાં નજીવી બાબતે બે કોમના જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે કોમના લોકો સામસામે આવી ગયા જતા પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે પોલીસે સ્થળ પર ટોળાને વિખેરવા ટીયરગેસના 3 સેલ છોડ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. તો પોલીસ દ્વારા બંને ગામોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ભાવનગરના આ ખેડૂતોનું કામ જોઈને કહેશો, What an idea Sir ji...


[[{"fid":"202233","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


હિમતનગર તાલુકાના કાણીયોલ ગામે ગાડી પાછી લેવાની સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થતા મામલો બીચકયો હતો. જેના કારણે ખણુંસા અને કાણીયોલ ગામબી બે કોમના જૂથ વચ્ચે બોલાચાલી થતા બંને ગામના જુદી જુદી કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ થતા 5 લોકોને ઘાયલ થયા હતા. 5 લોકોને માથાનાં ભાગે ઈજાઓ થતા તાત્કાલિત સારવાર માટે હિમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. તો કાર અને અને બાઈકને પણ ટોળા દ્વારા તોડફોડ કરાઈ પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો.


વધુમાં વાંચો: કચ્છ: ખટિયા ગામની સીમમાંથી 5 હજાર વર્ષ જુના હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળ્યા


[[{"fid":"202234","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


જેના પગલે પોલીસને જાન કરાતા પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા ટીયર ગેસના ત્રણ રાઉન્ડ છોડવાની ફરજ પડી હતી. બાદમાં પોલીસે પરિસ્થિતિને જોતા જીલ્લા એસ.ઓ.જી પોલીસ અને એલ.સી.બી પોલીસ તથા અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઉતારી દઈ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે હાલતો પરિસ્થિતિ કાબુમાં લઇ બન્ને પક્ષે ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી હતી. તો પોલીસ દ્વારા બંને ગામોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...