સુરતના ઉધના વિસ્તારમાં અનાજની કિટ મુદ્દે બે જૂથના લોકોનો સામસામે પથ્થરમારો
કોરોના વાયરસના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલી છે. તેવામાં ગરીબ અને મધ્યમ વર્ગને પુરતુ ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતે અનાજની કિટના વિતરણ મુદ્દે બે જુથો વચ્ચે પહેલા શાબ્દિક ટપાટપી અને ત્યાર બાદ ઘર્ષણ થયું હતું.
સુરત : કોરોના વાયરસના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલી છે. તેવામાં ગરીબ અને મધ્યમ વર્ગને પુરતુ ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતે અનાજની કિટના વિતરણ મુદ્દે બે જુથો વચ્ચે પહેલા શાબ્દિક ટપાટપી અને ત્યાર બાદ ઘર્ષણ થયું હતું.
ઉત્તર ગુજરાતના કોરોના કેપિટલ બનેલા પાટણ માટે આજે આવ્યા ખુબ જ સારા સમાચાર
ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં અનાજની કિટ વિતરણ મુદ્દે બે જૂથો વચ્ચે પથ્થરમારાની સ્થિતી સર્જાઇ હતી. અનાજની કીટ નહી મળવાને કારણે એક જુથના સભ્યોએ બીજા જૂથના સભ્યો પર પથ્થરમારો કર્યો હતો. ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દો઼ડી આવી હતી. તત્કાલ સ્થિતી પર કાબુ મેળવીને બંન્ને જુથના લોકો સામે ગુનો નોંધીને 25 લોકોની અટકાયત પણ કરી હતી.
coronaupdate : રાજ્યમાં નોંધાયા નવા 34 કેસ, કુલ આંકડો પહોંચ્યો 572 સુધી
ઉધના વિસ્તારમાં પટેલ નગરમાં બે જૂથો વચ્ચે માથાકુટ સર્જાઇ હતી. બંન્ને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. અનાજની કિટ વિતરણ મુદ્દે બે જુથ બાખડ્યા હતા. અનાજની કિટ નહી મળતા અનેક લોકોએ ધમાલ મચાવી હતી. ઉધા પોલીસે 25 લોકોની અટકાયત કરી હતી. હાલ સ્થિતી હજી પણ તંગ હોવાના કારણે પોલીસ દ્વારા સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખીય છે કે, કોરોનાની ડ્યુટીનાં કારણે પહેલાથી જ થાકેલી પોલીસ પર આવી ઘટનાઓને કારણે કામનું ભારણ ખુબ જ વધી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube