હેમલ ભટ્ટ/ગીર સોમનાથ :ગીર સોમનાથના વેરાવળમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખારવા વાડા વિસ્તારમા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પેટ્રોલિંગમાં નીકળેલ એએસપીનું બૂલેટ સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. તો લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘર્ષણમાં એએસપી સહિત 6 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક ક્લિક પર મેળવો લોકસભા ચૂંટણીના ગુજરાતના તમામ અપડેટ્સ
 
વેરાવળ શહેરમાં આવેલા ખારવા વાડા વિસ્તારમાં મોડી રાત્રે એએસપી અમિત વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી. આ દરમિયાન તેમણે દારૂ પીધેલા બે વ્યક્તિઓને રોક્યા હતા. જેને કારણે સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા. આમ, પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા મામલો બિચક્યો હતો. જેના કારણે સ્થાનિક લોકોએ એએસપીની બૂલેટને આગ ચાંપી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ પોલીસની બોલેરો કાર પર પથ્થરમારો કરી પોલીસ વાહનોનો  કચ્ચરધાણ બોલાવ્યો હતો. આથી મામલો વધુ ગરમાયો હતો. આ બનાવને પગલે જિલ્લાભરની પોલીસના દોડતી થઈ હતી, અને આખી ફોજ ખારવા વાડામાં ઉતારી દેવાઈ હતી. 


Pics : વોટિંગની શાહી કઈ કંપની બનાવે છે અને ક્યાંથી આવે છે? જાણો રોચક વિગત


ખારવા વાડા વિસ્તારમાં સ્થાનિક યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ જિલ્લાભરની પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયુ હતું. ખારવા વાડા વિસ્તાર આખો પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. સ્થાનિક યુવાનોનું કહેવુ છે કે, મોડી રાત્રે પોલીસે વળતા જવાબમા આતંક મચાવ્યો હતો. અમારી બાઇકમાં તોડફોડ શરૂ કરી હતી. આશરે 60 થી 70 બાઇકમા તોડફોડ કરાઈ અને 10 જેટલા વ્યક્તિની અટકાયત કરી હતી. સ્થાનિકોના મતે પોલીસ છેલ્લાં ચાર દિવસથી દુકાનો બંધ કરાવતી હતી, જેને લઈને બબાલ મચી હતી.
 
તો બીજી તરફ, પોલીસે આ સમગ્ર મામલે મીડિયા સમક્ષ બોલવા ઈન્કાર કર્યો છે. પથ્થરમારામાં ઘાયલ એએસપી અમિત વસાવા સહિત 6 પોલીસ કર્મીઓને સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાના પગલે સ્થાનિક નેતાઓ પણ દોડતા થઈ ગયા હતા. 


આ એક ક્લિક પર મેળવો લોકસભા ચૂંટણીના ગુજરાતના તમામ અપડેટ્સ