ચેતન પટેલ, સુરત: સુરતમાં સેનેટ ચૂંટણીના પરિણામ પહેલા જ વાતાવરણ ગરમાયું છે. બે વિદ્યાર્થી સંગઠન વચ્ચે મારામારી બાદ ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. આ મારામારીની ઘટનામાં AAP ના કાર્યકર્તાને માર મરાયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનામાં ABVP સંગઠન દ્વારા ABVP ની મહિલા કાર્યકરને અશ્લીલ ઈશારા કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની સેનેટનું આજે પરિણામ જાહેર થવાનું છે. જોકે, સેનેટ ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલા જ વાતાવરણ ગરમાયું છે. યુનિવર્સિટી કેમ્પસમાં મારામારીની ઘટના સામે આવી છે. બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી થઈ હતી. CYSS અને ABVP વિદ્યાર્થી સંગઠન સામસામે આવી ગયા હતા. જોકે, મારામારીને રોકવા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 


આ પણ વાંચો:- ભારે વરસાદના કારણે સર્જાઈ તારાજી, મેશ્વો નદીના વહેણમાં બે પરિવારના 14 લોકો ફસાયા


આ મારામારીમાં AAP ના કાર્યકર્તાને માર મરાયો હતો. જે બાદ ઇજાગ્રસ્ત થતા શખ્સને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, આ ઘટના દરમિયાન મામલો શાંત પાડવા જતા પોલીસ અને ABVP વિદ્યાર્થી સંગઠન વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઇને પોલીસ દ્વારા વિદ્યાર્થી સંગઠન પર ડંડાવાળી કરી હતી. આ સમગ્ર ઘટના મામલે ABVP ની મહિલા કાર્યકરને અશ્લીલ ઈશારા કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:- શ્વેતક્રાંતિની વાતો વચ્ચે ગુજરાતમાં દૂધ બન્યું મોંઘુ, અમૂલ-મધર ડેરીએ વધાર્યા ભાવ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube